દેવભૂમિ દ્વારકા: જિલ્લાના ખંભાળીયા તાલુકાના કામઇ ધામ (Kamai Dham pipaliy) ખાતે શનિવારના ઐતિહાસિક ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ (BJP president CR Patil) હાજર રહ્યાં હતાં. આ 'સમરસ, સમર્પણ, 'વંદના કાર્યક્રમ' અંતર્ગત એક વર્લ્ડ રેકોર્ડ (World record) પણ કાયમ કરવામાં આવ્યો છે.
11,111 દીપમાળા કરી માતાજીની આરાધના કરાય
આ કાર્યક્રમની ગોઠવણી ભાજપ તથા રામ ગઢવી પરિવાર તેમજ કામઇ ધામ સમિતિ સહિત જુદી-જુદી અઢાર જેટલી જ્ઞાતિઓના સહકારથી કરવામા્ં આવી હતી. આ ઐતિહાસિક ધર્મોત્સવની (Historical festival Of India) શરૂઆત શનિવારના વહેલી સવારથી થઇ ગઇ હતી. આ ઉપરાંત કામઇ માતાજીની આરાધના કિર્તિદાન ગઢવીના મુખે ગાયન તથા 11,111 દીપમાળા કરી અને આરતી બાળકીઓના હસ્તે કરવામાં આવી હતી.
સી.આર.પાટીલે સમાજમાં સમરસતા લાવવા વિશેષ ભાર મૂક્યો
આ તકે યોજાયેલા બ્લડ કેમ્પ અંતર્ગત 571 બોટલનું રક્તદાન થયું હતું. આ સાથે કામઇ મંદિરમાં સૌથી પહેલા બલિદાન આપનાર વારસાખિયા પરિવારના વડીલની રકત તુલા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સમાજમાં સમરસતા લાવવા વિશેષ ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો:
પાદરાના રણું ગામે ઐતિહાસિક તુલજા ભવાની મંદિરમાં ભક્તોની ભીડ જામી