દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતમાં એક તરફ ગરમીનો પારો જેમ જેમ વધી (Increase vegetable prices in Gujarat)રહ્યો છે તેમ તેમ લીલા શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. શાકભાજીના ભાવ વધારાની સીધી અસર ગૃહિણીઓના કિચનના બજેટ પર પણ પડતી જોવા મળી છે. તો બીજી તરફ રશિયાઅને યુક્રેનના યુદ્ધની(Russia and Ukraine war) અસર પણ મોંઘવારી વધારી રહી છે. રશિયા યુક્રેન વચ્ચે યુધ્ધના કારણે મોંઘવારી (Prices of vegetables in Dwarka) વધી રહી છે. ત્યારે ખાદ્ય તેલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. હાલ સિંગ તેલના ડબ્બાનો ભાવ 2,750 સુધી ઊંચો ભાવ થયો છે.
શાકભાજીના ભાવમાં વધારો - જેમ જેમ ઉનાળો વધી રહ્યો છે તેમ તેમ તેની સીધી અસર લીલા શાકભાજી પર પણ જોવા મળી રહી છે. ઉનાળાના કારણે લીલા શાકભાજીનું ઉત્પાદન ઘટી રહ્યું હોય બજારમાં લીલા શાકભાજીના ભાવ આસમાને ચડી રહ્યા છે. તેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો થોડા દિવસો પહેલા લીંબુ, કોથમીર, લીલા મરચા જે 40 રૂપિયાના કિલો મળતા તેનો ભાવ સીધો 300 થઈ ગયો છે. ચોરી, વટાણા, ભીંડી,ગવાર જેવા લીલા શાકભાજીના ભાવ પણ 120 થી 140 પ્રતિ કિલો જોવા મળી રહ્યા છે. આદુ ,કારેલા ,નો ભાવ 90 થી 150 જોવા મળે છે. ફુલવાર, દૂધી, કાકડી, ટમેટાના ભાવ 50 થી 70 થઈ ગયો છે. તેમજ વટાણા, ચોળીનો ભાવ 160 પ્રતિ કિલો થઈ ગયો છે અને તેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી રહી છે અને તેના કારણે હાલની પરિસ્થિતિએ સામન્ય રીતે લીલા શાકભાજી ખાવાનું ઓછું કરી રહ્યા છે. આમ આડકતરી રીતે કુદરતી રીતે મોંઘવારીનો માર પ્રજાને પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ Prices of vegetables and pulses in Gujarat: સુરતમાં શાકભાજી અને કઠોળના ભાવ આસમાને, ભાવમાં 30 થી 40 ટકાનો વધારો