દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના મુખ્ય મથક જામ-ખંભાળિયામાં પોલીસ અને વેપારીઓ વચ્ચે દુકાનો ખુલી રાખવા બાબતે વિવાદ ઊભો થયો હતો. જેમાં વેપારીઓ દ્વારા વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
લોકડાઉનની રાહત બાદ ખુલેલી દુકાનોને લઇને વેપારી અને પોલીસ વચ્ચે થયેલો આ મામલો ગંભીર બન્યો હતો. જેમાં એક વેપારી પર કલમ 188 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વેપારીઓ અને જિલ્લા કલેક્ટર દ્વારા બેઠક બાદ તામમ બાબતોને ધ્યાનમાં લઈને વાતચીત કર્યા પછી ઊભી થયેલી ગેરસમજને દૂર કરવામાં આલી હતી. આમ છતાં વેપારીઓ અને પોલીસ વચ્ચે વિવાદ ઊભો થતાં આખરે વેપારીઓ લડી લેવાના મૂડમાં આવી ગયા હતા.
મળતી માહિતી મુજબ અમુક વેપારીઓએ વિવાદ બાદ જિલ્લા પોલીસ વડાને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવતા પોલીસે આ અંગે ખાર રાખીને વેપારીઓને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે.