ETV Bharat / state

દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકામાં પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ, મૃતદેહને જમીનમાં દાટી દીધો - Husband kills wife at Bat Dwarka

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના બેટ દ્વારકા ખાતે મંગળવારની સાંજે કોઈ પણ કારણોસર પતિ દ્વારા પોતાની પત્નીની નિર્મમ હત્યા કરી હતી અને મૃતદેહને દાટી દીધો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં પતિએ પત્નીનીને મોતને ઘાટ ઉતારી મૃતદેહને જમીનમાં દાટી દીધો

author img

By

Published : Dec 23, 2020, 10:52 PM IST

  • હત્યા કરી નરાધમ પતિ થયો ફરાર
  • પોલીસ દ્વારા આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથધરી
  • પત્નીની હત્યા કરી પોતના જ મકાન મૃતદેહ દાટી દીધો

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ઓખા મંડળના બેટ દ્વારકા ખાતે રહેતા અને અગાઉ માછીમારીનો વ્યવસાય કરતા સાલેમામદ સિદ્દિકભાઈ ચમડીયા નામના 48 વર્ષના મુસ્લિમ શખ્સને અગાઉ તેના પત્નિ સાથે ઘર કંકાશ થતા તેને પોતાની પત્નીની હત્યા કરી હતી.

પત્નીની હત્યા કરી પોતના જ મકાનમાં મૃતદેહ દાટી દીધો

મંગળવારે સાંજે હવાબેનના ભાઈ તથા ભાભી તેમને મળવા માટે તેમના ઘરે જતા હવાબેન તેમને મળ્યા ન હતા. આ વચ્ચે તેઓને શંકા જતા હવાબેનના પરિવારજનો તેમના ઘરમાં આવતા મકાનની લાદી ઉખડેલી તથા એક ખૂણાના ભાગે કરવામાં આવેલું ખોદકામ નજરે ચડયું હતું. આ દરમિયાન હવાબેનનો પતિ સાલેમામદ ઘટનાસ્થળેથી નજર ચૂકવીને ભાગી ગયો હતો. જે બાદ આ સ્થળેથી માટી દૂર કરીને જોતા તેમાંથી હવાબેનનો મૃતદેહ જોવા મળ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં પતિએ પત્નીનીને મોતને ઘાટ ઉતારી મૃતદેહને જમીનમાં દાટી દીધો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં પતિએ પત્નીનીને મોતને ઘાટ ઉતારી મૃતદેહને જમીનમાં દાટી દીધો

આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસને જાણ કરાતા સ્થાનિક PSI આર.એમ. મુધવા તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢી, પીએમ અર્થે દ્વારકાની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

મળતી વિગત મુજબ આ દંપતીના બે પુત્રો તથા એક પુત્રી છે. બંને પુત્રો અલગ રહે છે. આ સમગ્ર બનાવ અંગે મૃતક હવાબેનના ભાઈ ઈસ્માઈલભાઈ મલેકની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે આરોપી પતિ સામે આઇ.પી.સી. કલમ 302 તથા 201 મુજબ ગુનો નોંધી પી.એસ.આઇ. મુંધવા તથા સ્ટાફે તેને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

એફ.એસ.એલ.ના નિષ્ણાતોની સેવા પણ લેવામાં આવશે

આ ઘટના બનતા સ્થાનિક ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા હિરેન્દ્ર ચૌધરી તથા સ્ટાફ પણ બેટ દ્વારકા ખાતે મંગળવારની રાત્રે પહોંચ્યા હતા અને બનાવની કારણ સહિતની વધુ તપાસ તથા પુરાવા અર્થે એફ.એસ.એલ.ના નિષ્ણાંતોની સેવા પણ લેવામાં આવી રહી છે. જરૂર પડ્યે મૃતદેહના પેનલ પી.એમ. અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ મૃતદેહને મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે.

હત્યા નિપજાવી પતિ થયો હતો પલાયન

પતિ દ્વારા પત્નીની હત્યા કરી મૃતદેહને ઘરમાં જ દાટી દેવાના આ જધન્ય બનાવે બેટ દ્વારકા સાથે સમગ્ર ઓખામંડળમાં ભારે ચકચાર મચાવી છે. ત્યારે આરોપી પતિને ઓખા મરીન પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કોરોના ટેસ્ટ સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.