- નવનિયુક્ત ચીફ ઓફિસર દ્વારા વેરો ન ભરતા લોકો પર તવાઈ બોલાવી પ્રોપર્ટી સીલ કરી
- નોટિસ મળ્યાના 15 દિવસ ઉપરાંત થતા નગરપાલિકાના ટેક્સ વિભાગ એક્શન મોડમાં
- અતુલ સિન્હા દ્વારા વેરા વસુલાત કરવા ટેક્સ વિભાગને સૂચના આપાઈ
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે આજ રોજ નવનિયુક્ત ચીફ ઓફિસર દ્વારા વેરો ન ભરતા લોકો પર તવાઈ બોલાવી પ્રોપર્ટી સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી , ખંભાળીયા નગરપાલિકાના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ સાઈનાથ એપાર્ટમેન્ટમાં વેરો ન ભર્યો હોઈ તેવા લોકોને અગાઉથી નોટિસો અપાઈ હતી. પરંતુ, નોટિસ મળ્યાના 15 દિવસ ઉપરાંત થતા નગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં ચીફ ઓફિસરની જગ્યા પર ઇન્ચાર્જથી ચાલતી હતી. પરંતુ હાલમાં આવેલ અને રેગ્યુલર ચાર્જ સંભાળનારા અતુલ સિન્હા દ્વારા વેરા વસુલાત કરવા ટેક્સ વિભાગને સૂચના આપી હતી. જેને લઈ વેરો ન ભર્યો હોવાથી પ્રોપર્ટીને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
વાંચો: પાલનપુર નગરપાલિકાએ વધુ 13 દુકાનોને સીલ કરી સ્થળ પર જ 1.30 લાખનો દંડ વસુલ