દેવભૂમિ દ્વારકા : જિલ્લાના સલાયામાં આવેલા મહિલા મંડળ સંચાલિત લિજ્જત (Salaya Lijjat Papad) પાપડ ગૃહ ઉધોગ ચલાવવામાં આવે છે. મહિલાઓ દ્વારા આ ઉધોગ દરમાં મહિલાઓ 4 જાતના પાપડનું પ્રોડક્શન કરે છે. આ ઉધોગ દર મહિને અંદાજે હજારો કિલો પાપડનું સેલિંગ કરવામાં આવે છે. આ સાથે મહિલાઓને સારા પ્રમાણમાં રોજગારી પણ મળે છે. (Home Industry in Salaya)
લીજજત પાપડ દ્વારકા જિલ્લાના સલાયામાં છેલ્લા 43 વર્ષથી લીજજત પાપડ બનાવવાનો મહિલાઓ દ્વારા સંચાલિત ઉધોગ ચાલુ છે. બિલ ડિપાર્ટમેન્ટ, ડિસપેચ ડિપાર્ટમેન્ટ વગેરે તમામ ડિપાર્ટમેન્ટ પણ બહેનો જ સંભાળે છે, અહીં આસપાસના ગામોની અંદાજે 200 જેટલી બહેનો અહીં રોજગારી મેળવે છે અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે. આ ઉધોગ દરમાં મહિલાઓ 4 જાતના પાપડનું પ્રોડક્શન કરે છે. જેમાં અડદ, મગ, લસણ અને પંજાબી એમ ચાર જાતના પાપડનું પ્રોડક્શન કરે છે. તો દર મહિને અંદાજે 18થી 20 હજાર કિલો પાપડનું સેલિંગ કરે છે. (Papad Home Industry)
મહિલાઓ કામ કરે છે નિઃસંકોચ આ ઉધોગ સંપૂર્ણ રીતે મહિલાઓ દ્વારા ચાલે છે જેમાં મહિલાઓ નિઃસંકોચ કામ કરે છે. જેને લઈને મહિલાઓ દિવસેને દિવસે આગળ વધતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં મહિલાઓ દ્વારા આ પ્રકારના અનેક ગૃહ ઉધોગ ચલાવવામાં આવે છે. જેમાં મહિલાઓ પોતે રોજગાર મેળવીને સમાજમાં સારુ ઉદાહરણ પુરૂ પાડે છે. (Home Industry for Women in Dwarka)