ETV Bharat / state

Sunni Waqf Board Claims On Bet Dwarka: વક્ફ બોર્ડે આવો દાવો કર્યો જ નથી, સામે આવી પ્રતિક્રિયા

ગુજરાતમાં શ્રીકૃષ્ણની ભૂમિ બેટ દ્વારકા પર સુન્ની વકફ બોર્ડે માલિકીનો દાવો (Sunni Waqf Board Claims On Bet Dwarka) કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat high court on Sunny Waqf Board Claims) આ અરજીને નામંજૂર કરી છે. આ સમાચારને પગલે સમાજમાં નારાજગી પ્રસરી ગઈ છે. આ અંગે સુન્ની વક્ફ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, અમે આવો કોઈ દાવો કર્યો જ નથી. આ અંગે સાંસદ પૂનમ માડમ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી (parimal nathwani reacts to bet dwarka)એ પ્રતિક્રિયા આપી છે. જોઈએ વિશેષ અહેવાલ…

Sunni Waqf Board Claims On Bet Dwarka: બેટ દ્વારકા પર સુન્ની વકફ બોર્ડનો માલિકીનો દાવો - હાઈકોર્ટે નામંજૂર કર્યો, સામે આવી પ્રતિક્રિયા

author img

By

Published : Dec 28, 2021, 5:50 PM IST

Updated : Dec 28, 2021, 8:12 PM IST

અમદાવાદ: તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલોને લઇને દ્વારકા, બેટ દ્વારકા અને ઓખા મંડળ સહિત સમગ્ર દેશના કૃષ્ણ ભક્તો, વૈષ્ણવો અને હિંદુ સમાજમાં નારાજગી અને આક્રોશ જન્મ્યા છે. અહેવાલ પ્રમાણે સુન્ની વકફ બોર્ડ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર તિર્થધામ બેટ દ્વારકાના 2 ટાપુઓની માલિકીનો દાવો (Sunni Waqf Board Claims On Bet Dwarka) કરતી એક લેખિત અરજી ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ અહેવાલ મુજબ જસ્ટિસ સંગીતા વિશેનની કોર્ટમાં તેની સુનાવણી થઇ હતી.

કૃષ્ણ ભક્તો, વૈષ્ણવોમાં આક્રોશ, નારાજગી

નામદાર હાઇકોર્ટે (Gujarat high court on Sunni Waqf Board Claims) આ અરજી સાંભળતા જ તેને નામંજૂર જાહેર કરી વકફ સમિતિને વળતો પ્રશ્ન કર્યો કે, “તમને ભાન છે તમે શું કહી રહ્યા છો? કૃષ્ણનગરી (krishna nagri dwarka)માં વકફ બોર્ડ જમીનની માલિકીનો દાવો જ કેવી રીતે કરી શકે?” આમ કહીને કોર્ટે અરજી વધુ સાંભળવાની જ ના કહી દીધી હતી અને અરજી વાંચી ફરીથી નવી અરજી વેકેશન કોર્ટમાં સુપરત કરવા કહ્યું હતું. આ સમાચાર પછી કૃષ્ણ ભક્તો, વૈષ્ણવોમાં આક્રોશ અને નારાજગી વ્યાપી ગઈ હતી.

પરિમલ નથવાણીનું નિવેદન

આ અંગે દ્વારકા દેવસ્થાન સમિતિ (dwarka devasthan samiti)ના આશરે 15 વર્ષ સુધી ઉપાધ્યક્ષ રહી ચૂકેલા અને વર્તમાન રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી (parimal nathwani reacts to bet dwarka)એ નિવેદનમાં જણાવ્યું હતું કે, હજારો વર્ષો પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ ઉત્તર પ્રદેશના મથુરાથી ગુજરાતમાં દ્વારકા આવ્યા. દ્વારકાને તેમણે પોતાની રાજધાની તરીકે સ્થાપિત કરી અને દ્વારકાધીશ કહેવાયા. રાજકાજ દ્વારકાથી અને બેટ દ્વારકામાં નિવાસ તે ભગવાન શ્રીકૃષ્ણનો અતિ પ્રાચીન, પૌરાણિક અને સાચો ઇતિહાસ (Dwarka ancient history of lord krishna) છે. તેને કોઇ નકારી ન શકે. ગુજરાતની આ પવિત્ર ભૂમિ પર ભગવાન દ્વારકાધીશનું રાજ છે અને તેમની ભૂમિ પર કોઇ વિધર્મી સંસ્થા કેવી રીતે માલિકીનો દાવો કરી શકે? તેમણે ઉમેર્યું કે આ ખૂબ જ સંવેદનશીલ બાબત છે અને તમામ સંબંધિતો આ બાબતે વધુ ભડકો ન થાય તેની કાળજી રાખે. દ્વારકા, બેટ દ્વારકા પર શ્રીકૃષ્ણ સિવાય અન્ય કોઇની માલિકી જ હોઇ શકે નહીં!

દ્વારકા દેવસ્થાન સમિતિના 15 વર્ષ સુધી ઉપાધ્યક્ષ રહી ચૂકેલા અને વર્તમાન રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ નિવેદન આપ્યું.

આ જમીન દ્વારકાની છે અને તેની જ રહેશે - પૂનમ માડમ

આ બધી બાબતમાં આજ રોજ સાંસદ પૂનમ માડમે ખુલાસો કર્યો છે કે, આ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકાની મેટર છે જ નહીં. વધુમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, વકફ બોર્ડ દ્વારા માંગવામાં આવેલી જગ્યાની ઘટના અમરેલી જિલ્લાના શિયાર બેટની છે. પૂનમ માડમ દ્વારા જાતે જ ઉચ્ચ અધિકારીઓ પાસે વિગતો મેળવી ખુલાસો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, બેટ દ્વારકાની જગ્યાની કોઈ માંગ જ નથી કરવામાં આવી. વકફ બોર્ડ દ્વારા એ ઉચ્ચ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. ગલતફેમીથી શિયાર બેટની જગ્યાને બદલે બેટ દ્વારકાની વાત ફેલાતા ધર્મપ્રેમી જનતામાં રોષ જોવા મળ્યો હતો. આજે પૂનમબેને વાતનો ખૂલશો કરીને ધર્મપ્રેમી જનતાને આશ્વાસન આપ્યું હતું કે, આ જમીન દ્વારકાની છે અને તેની જ રહેશે.

વક્ફ બોર્ડે લોકોને ગેરમાર્ગે નહીં દોરવા વિનંતી કરી

બેટ દ્વારકા પર સોશિયલ મીડિયામાં વાયરલ ગુજરાત વકફ બોર્ડના દાવાના મામલે વકફ બોર્ડના ચેરમેને સામે આવીને સોશિયલ મીડિયાના વાયરલ સમાચારને ખોટા ઠેરવ્યા છે. ગુજરાતના દ્વારકા બેટ ઉપર વકફ બોર્ડએ દાવો કર્યો છે તે બાબતને લઈને વકફ બોર્ડના ચેરમેને પત્રકાર પરિષદ યોજીને ખુલાસો કર્યો હતો અને લોકોને ગેરમાર્ગે નહીં દોરવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયામાં ગરમાવો પકડેલી ખબરનો છેદ વકફ બોર્ડના ચેરમેને ઉડાડ્યો છે.

વકફ બોર્ડના ચેરમેનનો દ્વારકા બેટ પરના દાવા પર ખુલાસો

ભાવનગર શહેરમાં સર્કિટ હાઉસ ખાતે ગુજરાત વકફ બોર્ડના ચેરમેન (chairman of gujarat waqf board) સજ્જાદ હીરા દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સવાઈપીર બેટની પિટિશન (savai pir bet petition)ને ક્યાંક અલગ વણાંક અપાયો હોવાનો સોશિયલ મીડિયાના વાયરલ દાવાના પગલે વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દ્વારકા બેટના હાલના સોશિયલ મીડિયામાં થયેલા વાયરલ સમાચાર અંગે ખુલાસો કરું છું કે, વકફ બોર્ડ દ્વારકા કોઈપણ બેટ પર દાવો કર્યો નથી. આથી લોકોએ ભરમાવું નહીં.

હાઇકોર્ટમાં આખરે કયા બેટને લઈને દાવો?

ભાવનગર વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરાએ જણાવ્યું હતું કે, વકફ બોર્ડ દ્વારકા કોઈપણ બેટ પર દાવો કરવામાં નથી આવ્યો. પરંતુ અમરેલીના સવાઈપીર બેટના ટ્રસ્ટીઓ દ્વારા દાવો હાઇકોર્ટમાં કરવામાં આવ્યો હતો, જે પણ માત્ર સવાઈપીર બેટ માટે કારણ કે અમરેલી કલેક્ટર દ્વારા 17/7/2020 રોજ સવાઈપીર દરગાહમાં આવન-જાવન પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરતા સવાઈપીર દરગાહ ટ્રસ્ટે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. વકફ બોર્ડે કોઈ દાવો કોઈ બેટ પર કર્યો નથી. અને દાવો અમરેલીના રાજુલાના સવાઈપીર બેટની દરગાહના ટ્રસ્ટ દ્વારા માત્ર સવાઈપીર બેટની મિલકત માટે છે.

આ પણ વાંચો: Unseasonal Rains In Gujarat : ઉત્તર પૂર્વ ગુજરાત અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી, જાણો આજનું લઘુતમ તાપમાન

આ પણ વાંચો: Student corona positive in Dwarka : દ્વારકા જિલ્લામાં ખંભાળિયાની સ્કૂલમાં વિદ્યાર્થીની કોરોના સંક્રમિત

Last Updated : Dec 28, 2021, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.