દેવભૂમિ દ્વારકા: જિલ્લાના કલ્યાણપુર અને ભાણવડ તાલુકામાં ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર પંથકમાં આવેેલા સાની ડેમનું રિપેરીંગ કામ ચાલુ હોવાથી બધા દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. જેથી રાવલ ગામ અને જામ કલ્યાણપુરને જોડતા રોડ પર પાણી ફરીવળતા જામ કલ્યાણપુર અને રાવલ ગામ વચ્ચે વહાન વ્યવહાર ખોરવાયો હતો.
ભાણવડ પંથકમા ભારે વરસાદથી વર્તુ 2 ડેમમાં પાણીની આવક વધી જતાં ડેમના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવતા કલ્યાણપુરનું રાવલ ગામ ફરી એકવાર બેટમાં ફેરવાયું હતું.