મીઠાપુરની ટાટા કેમિકલ્સ ફેક્ટરીની પાછળના ભાગે આવેલા દેવપરા ગામના યુવાન દેવાંગ વાલાએ પોલ્યુશન વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી કે, ટાટા કેમિકલ્સ ફેક્ટરી દ્વારા હવામાં પ્રદૂષણ કરવામાં આવે છે. જેથી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ જામનગરની ટીમ દ્વારા શુક્રવારે ટાટા કેમિકલ્સ ફેક્ટરીના પ્લાન્ટ અને દેવપરા ગામની મુલાકાત લીધી હતી. આ સાથે જ દેવપરા ગામમાં હવામાં પ્રદૂષણ માપવાનું યંત્ર 24 કલાક માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું.
આ મુદ્દે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ જામનગરના અધિકારી ડી.જી. સુત્રેજાએ જણાવ્યું કે, આ યંત્રને 24 કલાક રાખ્યા બાદ યંત્ર દ્વારા જે રિપોર્ટ આપવામાં આવશે તે રિપોર્ટના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.