દેવભૂમિ દ્વારકા: ગુજરાતનો દરિયાકાંઠો કાયમ ડ્રગ્સ માટે વિવાદીત રહ્યો છે. ઘુસણખોરી માટેના આ રસ્તાને સૌથી સેફ માનવામાં આવે છે. ફરી એકવખત આ જ રૂટમાંથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના એક ઑપરેશનમાં ડ્રગ્સ મળી આવ્યું છે. દરિયાઈ માર્ગ દ્વારા ગેરકાયદેસર વસ્તુઓ ભારતીય સીમામાં લાવવી સહેલી જણાય રહી છે. ગુપ્ત માહિતીના આધારે આ ઘૂસખોરીઓ અટકાવવામાં ફરી એકવાર ATS અને ભારતીય કોસ્ટગાર્ડ સફળ સાબિત થયું છે. ઓખાના દરિયામાં ઓપરેશન દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSએ સંયુક્ત રીતે ઈરાની બોટમાંથી 425 કરોડનું મૂલ્યનું ડ્રગ્સ પકડ્યુ છે. ફરી એકવખત દ્વારકા-ઓખાના દરિયાકાંઠો ડ્રગ્સ માટે વિવાદીત પુરવાર થયો છે.
આ પણ વાંચો: Gujarat Drugs: ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSનું સંયુક્ત ઓપરેશન,
પાંચની ધરપકડ: બોટમાં તપાસ કરતા અંદરથી પાંચ વ્યક્તિઓ મળી આવ્યા હતા. ઈન્ડિય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસને આ અંગેના એક ચોક્કસ ઈનપુટ મળ્યા હતા. સમગ્ર ટીમે બોટની તપાસ કરતા અંદરથી 61 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. જોકે, આ ઑપરેશનમાં સમગ્ર બોટની તપાસ કરવામાં આવી હતી. મળી આવેલું આ ડ્રગ્સ 425 કરોડની કિંમતનું ડ્રગ્સ થાય છે. આજે ATS દ્વારા ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ICG એ વ્યૂહાત્મક રીતે તેના બે ફાસ્ટ પેટ્રોલ વર્ગના જહાજો, ICGS મીરા બેહન અને ICGS અભિકને અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ માટે તૈનાત કર્યા હતા.
આ પણ વાંચો: Ahmedabad Crime અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી, સારંગપુરમાંથી ઝડપાયો ડ્રગ પેડલ
શંકાસ્પદ બોટ: રાત્રીના સમયે ભારતીય જળસીમામાં એક શંકાસ્પદ બોટ ફરતી જોવા મળી હતી. ઈન્ડિયન કોસ્ટગાર્ડે આ અંગે પડકારો કરતા ખોટા દાવપેચ અને ચકરાવા શરૂ કરી દીધા હતા. કોસ્ટગાર્ડે આ બોટનો સમુદ્રમાં પીછો કર્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ બોટ ઈરાનની છે. જે ભારતીય જળસીમા સુધી આવી હતી. જેમાં કુલ પાંચ વ્યક્તિઓ અંદર હતી. જેમની નાગરિકતા તપાસતા તેઓ ઈરાનના હોવાનું જાણવા મળ્યું.
ડ્રગ્સ મળ્યું: તપાસ એજન્સીએ વઘુ તપાસ કરતા અંદરથી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેનો વજન 61 કિલો અને કિંમત 425 કરોડ હોવાનું જાણવા મળે છે. એક રીપોર્ટ પર નજર કરીએ તો ઈન્ડિયન કોસ્ટગાર્જ અને ગુજરાત એટીએસએ છેલ્લા 18 મહિનામાં 8 એવી બોટ પકડી છે જેમાંથી નશાનો સામાન મળી આવ્યો હતો. જેની કિંમત કરોડોમાં થતી હતી. કુલ 407 કિલો ડ્રગની કિંમત 2355 કરોડ રૂપિયા થઈ હોવાનું જાણવા મળે છે.