દેવભૂમી દ્વારકા ખંભાળિયા વિધાનસભામાંથી ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડી રહેલા AAP નેતા (AAP leader from Khambhalia Assembly) ઈશુદાન ગઢવીના પ્રચાર અર્થે દિલ્હીના મુખ્યપ્રધાન (Chief Minister of Delhi) આજરોજ ખંભાળિયા આવ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત હવે પરિવર્તન જંખી રહ્યું હોય તેઓ જુવાર દેખાઈ રહ્યો છે. આવનાર 8 ડિસેમ્બરે AAP પાર્ટીની સરકાર બની રહી છે. તેઓ વિશ્વાસ કર્યો હતો.
ગુજરાત હવે પરિવર્તન જંખે છે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ નિર્ણય લે છે. તેનું રિમોટ કંટ્રોલ દિલ્હીથી ચાલે છે. તેવું જણાવ્યું હતું તો ઈશુદાન ગઢવી મુખ્યપ્રધાન બનતા જ રોજગારી, મુફ્ત શિક્ષણ, મુક્ત સારવાર, વીજળી બિલ માફ જેવી યોજના લાગુ પાડશે. તેવું વચન પણ તેમણે આપ્યું હતું. આ તકે કેજરીવાલ એ કહ્યું હતું કે, કાલે આજ વિસ્તારમાં દેશના ગૃહપ્રધાન અમિત શાહની ભાજપની સભામાં ખુરસીઓ ખાલી જોવા મળી હતી. અહીં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. તે જ બતાવે છે ગુજરાત હવે પરિવર્તન જંખે છે.
AAPના નેતાઓને ગાળો ભાજપના ઉમેદવાર દ્વારા શબ્દ બોલવાની બાબતે ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપ પોતાની હાર ભણી ગઈ છે. તેમને દિવસે તારા દેખાય રહ્યા છે. ત્યારે અવાર નવાર ઈશુદાન ગઢવી, અરવિંદ કેજરીવાલ તેમજ AAPના નેતાઓને ગાળો આપી રહ્યા છે. તેઓ તંદુરસ્ત રાજનીતિ કરી રહ્યા નથી.
હું સિસ્ટમનો વિરોધી છું જ્યારે તેમણે હતુ કે, હું કોઈ પણ વ્યક્તિને પર્સનલી વિરોધ કરતો નથી. હું સિસ્ટમનો વિરોધી છું અને કોંગ્રેસ અને ભાજપની જે ભ્રષ્ટાચારવાદી નીતિઓ (Corrupt policies of Congress and BJP) છે. તેનો હું વિરોધ કરું છું. જેને કારણે જ હું રાજનીતિમાં આવ્યો છું. ઈશુદાને જણાવ્યું હતું કે, AAPની સરકાર બનતા જ જમીન માપણીમાં સરકાર એ જે ગોટા કર્યા છે. તે માપણી તુરત જ રદ કરવામાં આવશે. બેટ દ્વારકા ડિમોલિશન (Bet Dwarka Demolition) બાબતે આ સરકાર આવું જ કરસે તેમ જણાવ્યું હતું.