દેવભૂમિ દ્વારકા તાલુકાનું એક માત્ર ઔદ્યોગિક એકમ એટલે મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ છે. લગભગ 1927થી આ પ્લાન્ટ મીઠાપુરમાં કાર્યરત છે. સિમેન્ટ, સોડા અને મીઠું બનાવવાનો આ એકમ છે. ટાટા કેમીકલ પ્લાન્ટના પાછળના વિસ્તારમાં આવેલા દેવપુર ગામને કંપનીના ઝેરી રજકણો અને બીજા અન્ય પ્રદુષણ બાબતે સી.આર.પી.સી. કલમ 133 મુજબ 2011થી એક ફરિયાદ દેવપરા ગામના દેવરામભાઇ કરી છે.
આ બાબતે આજે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની એક ટીમ, દ્વારકા પ્રાંત અધિકારી ડી.વી. વિઠ્ઠલાણી, ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર સી. બી. ડુડીયાએ મુલાકાત કરી હતી. તેઓએ તમામ સ્થળોની મુલાકાત લઇ પ્રવાહી અને ઘનના તમામ જાતના સેમ્પલ લઇ અને લેબોરેટરીમાં મોકલ્યા હતાં. ત્યારબાદ જે રિપોર્ટ આવશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.