ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રત દ્વારકા અને ઓખા કોસ્ટગાર્ડની મુલાકાતે આવ્યા હતાં. દ્વારકાધિશ મંદિરની મુલાકાત બાદ અંદાજે ૧૧ કલાકે રાજયપાલે ઓખા સ્ટેશનની મુલાકાત લીધી હતી.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના વિશ્વ વિખ્યાત ભગવાન દ્વારકાદિશના જગત મંદિરે ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રત તેમના પરિવાર સાથે દર્શન કર્યા હતાં, ત્યારબાદ ઓખા કોસ્ટ ગાર્ડના હોવર ક્રાફ્ટ સ્ટેશન અને હોવર ક્રાફ્ટ ઉપર બેસીને ઓખા નજીકના સમુદ્ર વિહાર કર્યો હતો અને ત્યારબાદ કોસ્ટગાર્ડ સ્ટેશનની મુલાકાત લીધી હતી.