દેવભૂમિ દ્વારકાઃ સામાન્ય દિવસોમાં દ્વારકાની મુલાકાતે આવતા યાત્રાળુઓને ગુગળી 505 સમાજ દ્વારા માત્ર 20 રૂપિયાના નજીવા દરે સાત્વિક અને પ્રોટીન યુક્ત ભોજન આપવામાં આવે છે, ભારત લોકડાઉન થવાથી ભગવાન કૃષ્ણના મંદિરને યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવ્યું છે. જેથી રોજ બરોજ યાત્રાળુઓની સેવા કરનારા દ્વારકા ગુગળી 505 સમાજે શહેરમાં રહેતા ગરીબ, મધ્યમવર્ગી અને નિરાધાર લોકોને 2 સમયનું સાત્વિક અને પ્રોટીન યુક્ત ભોજન આપવાની સેવા શરૂ કરી છે.
આ અંગે સમાજના સભ્ય વત્સલ પુરોહિતે જણાવ્યું કે, ત્રણ દિવસથી તેમણે આ સેવી કરવાની શરૂઆત કરી છે અને જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય નહીં બને, ત્યાં સુધી આ સેવા શરૂ રાખવામાં આવશે.