દ્વારકા: દ્વારકાધીશ સંગ ભક્તોએ પૂજારી પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરમાં રંગોની રમઝટ બોલાવી હતી. દ્વારકામાં આજે દ્વારકાધીશ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભક્તો દ્વારકાધીશ સંગે રંગે રમવા આવી પહોંચ્યા હતા. પૂજારી પરિવાર દ્વારા આરતી સાથે ફુલડોલ ઉત્સવની ઉજવણી થઈ હતી. પોલીસ કર્મચારીઓએ પણ એક બીજાને રંગોથી રંગી ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કર્મચારીઓને રંગે રંગી ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી.
દ્વારકામાં ભક્તોનો ભારે જમાવડો: દ્વારકામાં ભક્તો ફુલડોલ ઉત્સવ નિમિતે બહોળી સંખ્યામાં દ્વારકા આવી પહોંચ્યા હતા. લાંબી કતારોમાં ભક્તો દ્વારકાધીશ સંગે રંગે રંગાવા અધિરા બન્યા હતા. આજે દ્વારકાની બજારોમાં પણ સ્થાનિકોએ પણ ડીજેના તાલ સાથે ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી. દ્વારકામાં દ્વારકાધીશ સંગે રંગે રમવા બહોળી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચો Holi Celebration 2023: સાળંગપુર કષ્ટભંજન મંદિરે રંગોત્સવની ભવ્ય ઉજવણી, હજારો ભાવિકો રંગેરંગાયા
પાંચ લાખ કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાત લીધી: પ્રાંત અધિકારીશ્રીના જણાવ્યા મુજબ છેલા પાંચથી છ દિવસમાં દ્વારકાધીશના દર્શન કરવા પાંચ લાખ કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાત લીધી છે. ભક્તો રંગો, અબીલ ગુલાલથી આ ફૂલડોલ ઉત્સવની મજા માણી રહ્યા છે. દ્વારકામાં પૂજારી પરિવાર, પોલીસ પરિવાર અને વહીવટ તંત્રને સાથ આપવા સર્વેનો આભાર માનીને પ્રાંત અધિકારીશ્રી દર વર્ષે આમ જ શાંત રીતે આ ઉત્સવ માનવાય એવી શુભકામના પાઠવી છે.
આ પણ વાંચો Holi 2023 : સુરત પોલીસ કમિશનર પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોળીનો ઉત્સવ ઉજવતા જોવા મળ્યા
યાત્રીકો માટે પૂરતી વ્યવસ્થા: દ્વારકા ખાતે આ યાત્રીકો-પદયાત્રીકોને દર્શન, પાર્કીંગ, પીવાનું પાણી અને સુરક્ષા મળી રહે તે માટેની વ્યવસ્થા કરવા માટે જણાવી આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીકોને જરુરત પડે પ્રાથમિક સારવાર મળી રહે તે માટેના કેમ્પની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.