ઓખા બંદર ઉપર ગુજરાત અને ગુજરાત બહારના અનેક વેપારીઓ વેપાર કરવા આવે છે. પરંતુ પાર્કિંગના અભાવે તોફાન અને કુદરતી આફતના સમયે બોટ માલિકોને મોટું નુકશાન ભોગવવું પડે છે. સરકારને વર્ષે કરોડોનું હુંડીયામણ રડી આપતો આ માછીમારી ઉધોગ યોગ્ય વ્યવસ્થાને અભાવે પડી ભાગે તો નવાઈ નહિ.
દેવભૂમિ દ્વારકાનું અતિ મહત્વનું ઓખા બંદર વર્ષોથી માછીમારી ઉદ્યોગ માટે જાણીતું છે. ગુજરાત અને ગુજરાત બહારના અને નાના- મોટા વેપારીઓ પોતાની લાખો રૂની બોટોના સહારે ઓખા બંદર ઉપર માછીમારી કરે છે. આ બોટો મોટા ભાગે લાકડાની બનાવટની હોય છે. 50 થી 70 લાખની કિમતની એક બોટ એવી અંદાજે 3500 થી 4000 બોટો અહીં માછીમારી ઉદ્યોગ ઉપર ચાલે છે.
કુદરતી આફત અને વાયુ જેવાં વાવાઝોડાના સમયે આ બોટોને યોગ્ય પાર્કિંગ ના મળતા અનેક અનેક બોટોને ભરી નુકશાની થાય છે. આથી બોટ માલિકોને એક બોટ પાછાળ ૫૦ હજાર થી બે લાખનું નુકશાન આવે છે. આવી જ રીતે હાલમાં વાયુ વાવાઝોડું આવ્યું નહિ માત્ર એક અસરથી જે અનેક બોટોને લાખો રૂપિયાનું નુકશાન ભોગવવું પડ્યું છે.