જામનગરના કુખ્યાત જયેશ પટેલથી તેને જીવનો ખતરો છે, તેમ નિશા ગોંડલીયા દ્વારા જામનગર SP સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ખંભાળીયાના આરાધના ધામ, સિંહણ પાસે 2 રાઉન્ડ ફાયરિંગ થયું, એવું નિશા ગોડલીયા દ્વારા કહેવામા આવ્યું હતું.
ફાયરિંગમાં નિશા ગોંડલીયાને માથાના ભાગે ઇજા થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા દેવભૂમિ દ્વારકા અને જામનગરના SP ખંભાળીયા દોડી આવ્યા હતા.