ETV Bharat / state

ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સેવા કરાઈ બંધ, શ્રદ્ઘાળુઓની સુરક્ષા અર્થે લેવાયો નિર્ણય - હવામાન ખાતાની આગાહી

દ્રારકાઃ ખરાબ હવામાનના પગલે યાત્રાળુઓની સુરક્ષા માટે ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સેવા બંધ કરવાનો નિર્ણય ઓખા મેરી ટાઈમ દ્વારા લેવાયો છે.

ferry service
author img

By

Published : Jul 28, 2019, 4:44 PM IST

હવામાન ખાતાની આગાહી તેમજ બેટ-દ્વારકા આવતા શ્રદ્ઘાળુઓના જાનમાલની સુરક્ષાના હેતુસર ઓખા મેરીટાઇમ બોર્ડ દ્વારા ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને બંધ કરાઈ છે.

ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સેવા કરાઈ બંધ, શ્રદ્ઘાળુઓની સુરક્ષા અર્થે લેવાયો નિર્ણય

દ્વારકાથી 30 કિલોમીટર દૂર આવેલા યાત્રાધામ બેટ દ્વારકામાં ઓખાથી બોટ દ્વારા દરિયાઈ માર્ગે બેટ-દ્વારકા જઈ શકાય છે. બેટ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલું છે. દર વર્ષે હજારો યાત્રાળુઓ અહીં દર્શન કરવા આવે છે.

આ નિર્ણયને પગલે ગુજરાત બહારથી આવેલા યાત્રાળુઓ યાત્રાધામ બેટ દ્વારકાના દર્શન કર્યા વગર જ પાછા ફર્યા હતા. ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર વાતાવરણમાં સુધારો આવતા ફેરી બોટ ફરીથી શરૂ કરવામાં આવશે.

Intro:હવામાન ખાતાની આગાહી તેમજ બેટ દ્વારકા આવતા યાત્રાળુઓના જાનમાલની સુરક્ષાના હેતુસર ઓખા મેરીટાઇમ બોર્ડ દ્વારા ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ને બંધ કરી

Body:દ્વારકા થી 30 કિલોમીટર દૂર આવેલા યાત્રાધામ બેટ દ્વારકા માં ઓખા થી બોટ દ્વારા દરિયાઈ માર્ગે બેટ દ્વારકા જઈ શકાય છે બેટ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલું છે. દર વર્ષે હજારો યાત્રાળુઓ અહીં દર્શન કરવા આવે છે હાલમાં હવામાન ખાતાની આગાહી તેમજ યાત્રાળુઓની જાનમાલની સુરક્ષા હેતુથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ ની ઓખા ની કચેરી દ્વારા આ ચોક્કસ સમય માટે ફેરી બોટ બંધ કરવામાં આવી હતી ગુજરાત તેમજ ગુજરાત બહારથી આવેલા યાત્રાળુઓ યાત્રાધામ બેટ દ્વારકાના દર્શન કર્યા વગર જ પાછા ફર્યા

Conclusion:ગુજરાત મેરીટાઇમ બોર્ડ ના અધિકારીઓના જણાવ્યા અનુસાર વાતાવરણમાં સુધારો આવતા ફેરી બોટ ફરીથી શરૂ કરવામાં આવશે

રજનીકાન્ત જોષી
ઈ.ટી.વી. ભારત, દ્વારકા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.