- 12 અલગ-અલગ સ્થળો પર વેક્સિનેશન
- અધિકારીઓ અને કર્મચારીઓએ લીધી વેક્સિન
- 2,300 અધિકારીઓ અને કર્મચારીઓને વેક્સિન
દ્વારકા : જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે આજ રોજ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા પોલીસ કર્મીઓ, હોમગાર્ડના જવાનો, રેવન્યુ વિભાગના કર્મચારીઓ અને તલાટી, શિક્ષક સહિતના કર્મચારીઓને કોરોનાની વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં સૌપ્રથમ પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા કોરોનાની વેક્સિનને લઈને અન્ય કર્મચારીઓ પણ આ વેક્સીન લે તે રીતે આજ રોજ જિલ્લાના 12 અલગ-અલગ સ્થળો પર વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખંભાળીયાના ડી.વાય.એસ.પી, ખંભાળીયા પી.આઇ., એસ.ઓ.જી.ના પી.આઇ. સહિતના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓએ આજ રોજ વેક્સિન લીધી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અંદાજિત 2,300 અધિકારીઓ અને કર્મચારીઓને વેક્સિન સોમવારના રોજ આપવામાં આવશે.