ETV Bharat / state

પાકિસ્તાનથી ચાલતો હતો ડ્રગ્સનો વેપલો! દ્વારકાના ખંભાળિયાથી મુંબઈ સુધી તપાસના તાર - દ્વારકા ડ્રગ્સ કનેક્શન સલાયા

Dwarka drugs case: સલાયાના સલીમ કારા અને અલી કારા પાસેથી ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો(largest amount of drugs) મળ્યો છે. જેમા સલાયા ગામે કસ્ટમ રોડ પર આવેલ આમીન મંઝિલ નામના ઘર પર મોટી સંખ્યામાં પોલીસના ધાડા ઉતર્યા છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતાં આ કડિ સલાયાના આમીન મંઝિલ સુધી પહોંચી છે. 17 કિલો 651 ગ્રામના 19 પેકેટ મળી કુલ રૂપીયા 88 કરોડ 25 લાખ 50 હજારનો માલ સેજાદ સિકન્ડર બાબુ ઘોસી નામના યુવક પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો.

દ્વારકા ડ્રગ્સ બાબતે વધુ ખુલાસા આવ્યા સામે...

author img

By

Published : Nov 10, 2021, 4:02 PM IST

Updated : Nov 10, 2021, 6:15 PM IST

  • દ્વારકાના ખંભાળિયામાં 3 આરોપી પાસેથી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ
  • રેન્જ આઈ.જી. સંદીપ સિંઘએ કરી પ્રેસ કોંફરન્સ
  • ઝડપાયેલું ડ્રગ્સ પાકિસ્તાનથી આવ્યા હોવાની આશંકા

દેવભૂમી દ્વારકા: દ્વારકા જીલ્લાના ખંભાળિયામાંથી 3 આરોપીને પોલીસે કરોડોના ડ્રગ્સ (Dwarka drugs case) સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં રેન્જ આઈ.જી. સંદીપ સિંઘએ એક પ્રેસ કોંફરન્સ (range ig press conference ) કરી સમગ્ર ડ્રગ્સ કોભાંડ પરથી પરદો ઉઠાવ્યો હતો.

Dwarka drugs case: રેન્જ આઈ.જી. સંદીપ સિંઘએ કરી પ્રેસ કોંફરન્સ

સમુદ્ર માર્ગે સમગ્ર ડ્રગ્સનો જથ્થો સલાયામાં ઘૂસ્યો

સલાયાના સલીમ કારા અને અલી કારા પાસેથી ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો મળ્યો છે. જેમા સલાયા ગામે કસ્ટમ રોડ પર આવેલ આમીન મંઝિલ નામના ઘર પર મોટી સંખ્યામાં પોલીસના ધાડા ઉતર્યા છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતાં આ કડિ સલાયાના આમીન મંઝિલ સુધી પહોંચી છે. 17 કિલો 651 ગ્રામના 19 પેકેટ મળી કુલ રૂપીયા 88 કરોડ 25 લાખ 50 હજારનો માલ સેજાદ સિકન્ડર બાબુ ઘોસી નામના યુવક પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો.

અત્યાર સુધી કુલ 3 આરોપીની ધરપકડ

સમગ્ર ડ્રગ્સ કોભાંડમાં અત્યાર સુધી કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી સેજાદ મુંબઈ થાણેનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જેણે સલાયાના સલીમ કારા અને અલી કારા પાસેથી ડ્રગ્સ ખરીદ્યો હતો. સલાયા ખાતે હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે, જેમાં બીજા 47 પેકેટ અંદાજે 150 કરોડથી વધુનો બીજો જથ્થો ઝડપાયો હતો.

ડ્રગ્સ સાથે ઝડપાયેલ વ્યક્તિના તાર સલાયા સુઘી પહોંચ્યા

આજ રોજ પકડાયેલા ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક વ્યક્તિ પણ ઝડપાયો હતો, ત્યારબાદ તેના તાર સલાયા (Dwarka drugs case reached Salaya) ગામે પહોંચ્યા છે. સલાયા ભૂતકાળથી જ એક દાણચોરી અને ગેરકાયદેસરની ચીસ વસ્તુઓનું મોટું ઘર રહી ચૂક્યું છે.

પોલીસ કાફલો આમીન મંઝિલની તપાસ કરી રહ્યો

સલાયાના વતની અને ભૂતકાળમાં પણ ડ્રગકાંડમાં સામેલ રહેલ સલિમ કરાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ભૂતકાળમાં પણ સલીમ કરાના ઘરમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી ચૂકેલું છે એ વાતને ધ્યાનમાં લઇ પોલીસ કાફલો આમીન મંઝિલની તપાસ કરી રહ્યો છે. આ ભૂતકાળની અસરના લીધે જ આમીન મંઝિલમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવે સૂત્રો પાસેથી એવી ખાતરી મળી રહી છે. સમગ્ર મામલે ગૃહ રાજ્યપ્રધાન તેમજ રાજ્યના ડી.જી.પીએ દ્વારકા પોલીસને અભિનંદન પાઠવ્યા હતાં. સરકારના નિયમો મુજબ દ્વારકા પોલીસને રિવર્ડ્સ અપાશે.

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 350 કરોડથી વધુની કિંમત હોવાની માહિતી

આ પણ વાંચો: આર્યનનું અપહરણ કરી ક્રુઝ પર લઈ જવામાં આવ્યો, ભાજપના નેતાની ભૂમિકા હતી: નવાબ મલિક

Last Updated : Nov 10, 2021, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.