ETV Bharat / state

Dwarikadhish Temple Holi 2023 : ફૂલડોલ મહોત્સવમાં દ્વારકા પગપાળા આવી રહ્યાં છે લાખોની સંખ્યામાં ભક્તો, પોલીસ લાગી તૈયારીઓમાં - હોળી

યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં ઉજવાતા ફૂલડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ મહોત્સવમાં શામેલ થવા માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે. તો બીજીતરફ પોલીસ વિભાગ પણ સુરક્ષા સહિતના આયોજનોને લઇને કાર્યરત જોવા મળી હતી.

Dwarikadhish Temple Holi 2023 : ફૂલડોલ મહોત્સવમાં દ્વારકા પગપાળા આવી રહ્યાં છે લાખોની સંખ્યામાં ભક્તો, પોલીસ લાગી તૈયારીઓમાં

author img

By

Published : Mar 4, 2023, 10:22 PM IST

મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે

દેવભૂમિ દ્વારકા : યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફૂલડોલ મહોત્સવનું અનેરું મહત્વ હોઈ સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો કાળીયા ઠાકોરની સાથે રંગે રમવા ફૂલડોલ મહોત્સવ દરમ્યાન પગપાળા આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી દૂર દૂરથી બાળકોથી માંડી યુવાનો તેમજ વૃદ્ધાઓ પણ કાન્હા સઁગ હોળી રમવા પગપાળા આવી રહ્યા છે. દ્વારકા તરફ જતાં તમામ માર્ગો પર પગપાળા જતાં ભક્તોનું ઘોડાપૂર વહી રહ્યું હોય તેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતાં.

શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પો દૂરદૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુને કોઇ તકલીફ ન પડે તે માટે દ્વારકા તરફ જતાં રસ્તા પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે. ઠેકઠેકાણે સેવા કેમ્પો લગાડયા છે અને જેમાં પદયાત્રિકોને ચા, નાસ્તો,જમવાનું તેમજ આરામ કરવા માટેની તેમજ નાવા ધોવાની સંપૂર્ણ સગવડ આપવામાં આવે છે. તો પગપાળા જતા શ્રદ્ધાળુને મેડિકલ સગવડ પણ કેમ્પોમાં આપવા આવી રહી છે. તો પગપાળા જતાં યાત્રાળુનો થાક ઉતારવા અહીં ડીજેના તાલ પર દ્વારકાધીશના રાસગરબા પણ ચાલુ છે. ત્યારે દ્વારકા જતા તમામ માર્ગો પર જય દ્વારકાધીશના નાદ ગુંજી રહ્યાં છે.

આ પણ વાંચો સૌરાષ્ટ્રનું દ્વારકા પણ સોલાર સંચાલિત તીર્થધામ બનશે: કનું દેસાઈ

ફૂલડોલ ઉત્સવ ધૂળેટીના પર્વ પર દ્વારકામાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે. પરંતુ ફૂલડોલ ઉત્સવમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જ દ્વારકા આવે છે અને પગપાળા દ્વારકા જવાનો આનંદ પણ ઉઠાવે છે. તો દર વર્ષે હોળીકા દહન થઇ ગયા બાદ ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે. આગામી 8 મી તારીખે બપોરે 2:00 થી 3:00 દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં ભાગ લેવા મોટી સંખ્યા યાત્રાળુ અહીં પધારી રહ્યા છે.

આ પણ વાંચો દ્વારકામાં 'દેવભૂમિ કોરિડોર' હેઠળ ભગવાન કૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમા બનશે

દ્વારકા જિલ્લા પોલીસની તૈયારીઓ જોવા મળી દ્વારકા એસપી નીતીશ પાંડેએ જણાવ્યું હતું કે દ્વારકામાં ધૂળેટીના પર્વ પર દ્વારકાધીશ મંદિરમાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે. પરંતુ, ફૂલડોલ ઉત્સવમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જ દ્રારકા આવે છે અને પગપાળા દ્રારકા જવાનો આનંદ પણ ઉઠાવે છે. તો દર વર્ષે હોળીકા દહન થઇ ગયા બાદ ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે. આગામી 8 મી તારીખે બપોરે 2:00 થી 3:00 દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ભાગ લેવા મોટીમાત્રામાં યાત્રાળુ અહીં પધારી રહ્યા છે. ત્યારે આ અંગે દ્વારકા જિલ્લા પોલીસ પણ ખુબ જ સારી કામગીરી કરી પગપાળા જતાં યાત્રીકોની સેવા કરતી જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.