દેવભૂમિ દ્વારકા : જિલ્લાના સલાયા ગામના મહિલા લતીફા હુસેન ( 50 વર્ષ) જેઓ કોરોના પોઝિટિવ આવેલ હતા. આ મહિલા લોકડાઉન પહેલા રાજસ્થાન અજમેરથી આવ્યા હતા. આથી તેમને તપાસ દરમિયાન પોઝિટિવ હોવાથી ખંભાળીયા ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ મહિલાના સંપર્કમાં આવેલા તેમના પરિવારના અન્ય સાત લોકોને પણ કોરોના વાયરસ પોઝિટિવ આવતા ખંભાળિયા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
થોડા દિવસો પહેલા મહિલા પણ કોરોના મુક્ત થતાં તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે આ મહિલાના પરિવારના સાત લોકોને સારવાર બાદ કોઈ લક્ષણ ના હોવાથી તેઓને ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હતી. કોરોનાને મ્હાત આપનાર.
- મામદ હુસેન ચાંગડા- 29 વર્ષ
- હમીદ સતાર ચાંગડા- 22 વર્ષ
- નોમાન રસીદ થૈયમ- 08 વર્ષ
- નાસીર રસીદ થૈયમ-05 વર્ષ
- એમાન ઇસ્માઇલ થૈયમ-15 વર્ષ
- જમીલા અનવર ચાંગડા- 35 વર્ષ
- મુસ્કાન અનવર ચાંગડા-15 વર્ષ
આ તમામ લોકોને જનરલ હોસ્પિટલ ખંભાળિયાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેમજ ડીસ્ચાર્જ કર્યા બાદ તેમને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે. દ્વારકા જિલ્લામાં કુલ 12 કેસમાથી 11 સ્થાનિક કેસો ડિસ્ચાર્જ થયા છે. દ્વારકા તંત્રએ તમામ કેસ સાજા થતા રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મુક્ત બન્યો છે.