દ્વારકા: દ્વારકામાં આવેલા જગતમંદિરમાં સવારની ધ્વજા ચડાવી ન શક્યા એટલે બે ધજા એક સાથે ચડાવી છે. ભારે પવનને કારણે ધ્વજા સવારે ચડાવવા શકય ન હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલા માટે બે ધ્વજા એક સાથે ચડાવી છે. આ મંદિરમાં દિવસની પાંચ ધ્વજા ચડાવવામાં આવે છે. તૌકતે વાવાઝોડા વખતે પણ એક સાથે બે ધ્વજા ચડી હતી.
સ્થળાંતર કરવામાં આવ્યુંઃ દ્વારકાનો રૂપેણબંદર વિસ્તાર કે જ્યાં 2500 જેટલા માછીમાર લોકો વસવાટ કરે છે. મચ્છી મારી સાથે પોતાનું ગુજરાન ચલાવે છે. તે લોકોમાં જાગૃતતા જોવા મળી છે. તંત્રની અપીલ બાદ રૂપેણ બંદરના તમામ મછીમારોએ પોતાની બોટ સુરક્ષિત જગ્યાએ ખસેડી રાખી દીધેલ છે. તેમજ નીચાણવાળા દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોને પોતાની રીતે જ સ્થળાંતર કરી અન્ય જગ્યા એ ખસેડી લીધેલા છે. એટલું જ નહીં તંત્ર દ્વારા અન્ય 250 જેટલા લોકોને શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવેલ છે. જ્યારે સમગ્ર દ્વારકા જિલ્લામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. શિવરાજપુર-ગોમતીઘાટ બંધ કરી દેવામાં આવ્યા છે.
"હાલમાં જે વાવાઝોડાની આગાહી આવેલી છે અને જે ખાસ કરીને આપણા દ્વારકા તાલુકાના દરિયા કિનારાને અસર કરનાર હોય તે માટે સમગ્ર વહીવટી તંત્ર દ્વારા અગમ ચેતી ના ભાગરૂપે સાવચેતીના ઘણા બધા પગલાંઓ લેવામાં આવેલા છે" -- વી. આર.વરું ( દ્વારકાના મામલતદાર)
પ્રાથમિક સંભાવના: જે પૈકી સૌથી અસરગ્રસ્ત એરિયા કહેવાય એવું રૂપેણબંદર છે. ત્યાં અમારા વહીવટી તંત્રની જુદી જુદી 10 થી 12 ટીમ દ્વારા સર્વે કરી અને કેટલા લોકોને શિફ્ટ કરવાની જરૂરિયાત છે. એનો સર્વે કરવામાં આવેલ છે. જો અંદાજે વાવાઝોડાની તીવ્રતા વધે તો એવા સંજોગોમાં અઢી હજાર થી ત્રણ હજાર ની વચ્ચે માણસોને આપણે ત્યાંથી સિફ્ટ કરવા પડે એવી પ્રાથમિક સંભાવના જણાઈ રહી છે. જે પૈકી એકદમ દરિયા કિનારાની નજીકના અને ખૂબ જ ઝુંપડા જેવા નાના મકાનોમાં રહેતા 250 માણસોને અમારા દ્વારા ગઈકાલે સ્થળાંતરિત કરવામાં આવેલા છે.
સહેલાણીઓને પ્રવેશ: આ ઉપરાંત દ્વારકામાં ગોમતીઘાટ, ભડકેશ્વર મહાદેવનું મંદિર જે ચોપાટી છે. ત્યાં માણસો ની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત પણ લગાડી દેવામાં આવ્યો છે. કોઈપણ પ્રવાસીઓ છે કે દર્શનાર્થીઓ છે. ત્યાં દરિયા કિનારાની નજીક ન જાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત દ્વારકામાં આવેલ શિવરાજપુર બીચ પણ ઘણા બધા ટૂરિસ્ટો હોય છે.પરંતુ માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી આગામી 15 તારીખ સુધી ત્યાં કોઈ પણ સહેલાણીઓને પ્રવેશ ન આપવા માટે સૂચના આપવામાં આવેલી છે.