ETV Bharat / state

Covid-19: બેટ દ્વારકામાં 2 લોકોને કોરોના પોઝિટિવ - દેવભૂમિક દ્વારકા કોરોના વાઇરસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકાના 2 લોકોને પોઝિટિવ આવતા આ કેસની ટ્રાવેલ્સ હિસ્ટ્રી બે દિવસ પહેલા રાજસ્થાનના અજમેરથી બેટ દ્વારકા આવ્યા હતા, તેમ જાણવા મળ્યું છે.

Etv Bharat, Gujarati News, Devbhoomi Dwarka, Covid 19
Devbhoomi Dwarka
author img

By

Published : May 3, 2020, 11:46 AM IST

દેવભૂમિ દ્વારકાઃ બેટ દ્વારકાના બંને કોરોના વાઇરસ દર્દીઓને તેમના નિવાસ સ્થાને જઈને દેવભૂમિ દ્વારકા જિલ્લાની આરોગ્ય ટીમે મોડી રાત્રે ખંભાળીયા ખાતે ખસેડયા હતા. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓના ઘરને પણ ચેક કર્યું હતું અને અન્ય 6 લોકોને પણ દ્વારકા ખાતે કવોરન્ટાઈન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Etv Bharat, Gujarati News, Devbhoomi Dwarka, Covid 19
બેટ દ્વારકાના 2 લોકોને કોરોના પોઝિટિવ

બેટ દ્વારકાના બે લોકોને કોરોના પોઝિટિવ કેસ આવતા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને બેટ દ્વારકાને સીલ કર્યું છે.

અહીં અંદાજે 1640 કુટુંબ અને 8200 લોકો ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા. નવો આદેશ ના આવે ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. લોક ડાઉન ભાગ 1 અને ભાગ બીજાના અંતિમ દિવસ સુધી ગ્રીન ઝોનમાં રહેલો દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના વાયરસ બન્યો છે. લોક ડાઉન પહેલા 41 દિવસ સુધી રાજસ્થાનના અજમેરમાં રહેલા બેટ દ્વારકાના આઠ લોકો સરકારની મંજૂરી લઈને બેટ દ્વારકા આવ્યા હતા.

આરોગ્ય વિભાગે તમામના મેડિકલ રિપોર્ટ જામનગર જી જી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા, જેમાંથી બે લોકોને કોરોનાના લક્ષણો દેખાતા પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પણ કેસ ન હોવાથી તે ગ્રીન ઝોનમાં હતો, પરંતુ શનિવારે બે કેસ આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા બેટ દ્વારકા વિસ્તારને સીલ કરવામાં આવ્યું છે અને બેટ દ્વારકામાં લોકોને અવરજવર કરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બેટ દ્વારકાના તમામ રસ્તાઓ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ ચેકિંગ કરવામાં આવશે.

બેટ દ્વારકાના સ્થાનિકોને અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવતાં લોકોના રાશન અને આવશ્યક ચીજવસ્તુઓ માટે તંત્ર દ્વારા હોમ ડીલેવરી કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવેલા જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 30 તથા કલમ 34 તેમજ ધી એપેડીમિક ડિસિઝન એક્ટની કલમ 1897 ની કલમ બે તથા આરોગ્ય વિભાગ પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના જાહેરનામા મુજબ બેટ દ્વારકાને સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.