બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસના બસ ચાર્જીસનો પહેલા કરતા દસ ગણો વધારો કરવામાં આવતા બોટમાલિકો અને ઓખા GMB વચ્ચે વિવાદ થતાં હાલ ફેરી બોટ સર્વિસ બંધ છે. ફેરી બોટ માલિકો પોતાની માગણી ઉપર અડગ અટક છે. જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ ન આવે ત્યાં સુધી ફેરી બોટ સર્વિસ ચાલુ નહીં થાય તેવું જણાવી રહ્યા છે.
ઓખા તેમજ બેટ દ્વારકા વચ્ચે અંદાજે 180 ફેરી બોટ ચાલે છે. હાલમાં ઉનાળુ વેકેશન તેમજ મુસ્લિમ તહેવારને કારણે યાત્રાધામ બેટ દ્વારકા જવા માટે અનેક યાત્રાળુઓ ઓખા જેટી ઉપર બેટ દ્વારકા જવા માટેની રાહમાં ઊભા છે પરંતુ, ફેરી બોટ સર્વિસ બંધ હોવાને કારણે યાત્રીકો બેટ દ્વારકાના દર્શન કર્યા વગર જ નિરાશ થઈને પાછા જઈ રહ્યા છે.