ETV Bharat / state

દ્વારકામાં વિકાસના વિવિધ કામોનું મુખ્યપ્રધાન રૂપાણીએ કર્યુ લોકાર્પણ

દ્વારકાના વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઇ લોકાર્પણ અને ઇ ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું. વિજય રૂપાણી ઓખા કોસ્ટગાર્ડના આવાસના લોકાર્પણ કર્યા બાદ તેઓ સિગ્નેચર બ્રિજના નિર્માણ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું હતું.

xz
xz
author img

By

Published : Jan 1, 2021, 8:17 AM IST

  • દ્વારકામાં 57.68 કરોડના વિકાસ કામોનું મુખ્યપ્રધાન દ્વારા ઇ લોકર્પણ
  • આવાસનું લોકાર્પણ કર્યા બાદ તેમણે સિગ્નેચર બ્રિજના નિર્માણ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું
  • પુરવઠા વિભાગના વિવિધ યોજનાના વિકાસ કામોનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું
  • દ્વારકા શહેરમાં 2.50 કરોડ ના ખર્ચે પૌરાણિક નવનિર્મિત બ્રહ્મકુંડ, હરિકુંડ અને ગોમતીઘાટનું લોકાર્પણ

    દેવભૂમિ દ્વારકાઃ દ્વારકાના વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઇ લોકાર્પણ અને ઇ ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું. વિજય રૂપાણી ઓખા કોસ્ટગાર્ડના આવાસના લોકાર્પણ કર્યા બાદ તેઓ સિગ્નેચર બ્રિજના નિર્માણ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ દ્વારકા આવી પહોંચ્યા હતાં. સર્કિટ હાઉસના પાછળના મેદાનમાં ભાજપ કાર્યકરો દ્વારા આયોજીત કાર્યક્રમમાં વિવિધ વિકાસના 57.68 કરોડના પાણી પુરવઠા વિભાગના વિવિધ યોજનાના વિકાસ કામોનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું. આ તકે 400 જેટલા કાર્યકરોને જાહેરસભામાં કુંવરજીભાઇ બાવળિયા તેમજ જવાહર ચાવડા અને પૂનમ માડમે પણ સંબોધન કર્યું હતું.

    1.50 કરોડના ખર્ચે નિર્મિત 1 લાખ ચોરસ ફૂટના વિશાલ પાર્કિંગસહ પ્રદર્શન ગ્રાઉન્ડનું લોકાર્પણ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, કુલ 72 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકર્પણ કરવામાં આવ્યા હતાં. જેમાં દ્વારકામાં હેરિટેજ સીટી ડેવલોપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના ભારત સરકાર પુરસ્કૃત 'HRIDAY' અંતર્ગત દ્વારકા શહેરમાં 2.50 કરોડ ના ખર્ચે પૌરાણિક નવનિર્મિત બ્રહ્મકુંડ , હરિકુંડ અને ગોમતીઘાટનું લોકાર્પણ કર્યું હતું અને અટલ મિશન ફોર રીજુવનેશન એન્ડ ટ્રાન્સફોર્મેશન 'AMRUT' યોજના હેઠળ 1.50 કરોડ ના ખર્ચે નિર્મિત 1 લાખ ચોરસ ફૂટના વિશાલ પાર્કિંગસહ પ્રદર્શન ગ્રાઉન્ડનું લોકાર્પણ કર્યું હતું.

57.68 કરોડના ખર્ચે બનેલા પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત

દ્વારકા જિલ્લાની પાણી પુરવઠા વિભાગની 57.68 કરોડના ખર્ચે બનેલા પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખંભાળીયા અને ભાણવડ તેમજ દ્વારકા તાલુકાના નાના માંઢા ટુ જોઈન એચ.એસ.રોડ , સણખલા - નવા સણખલા રોડ તથા સીસી રોડ ઓન મેઘપર ટીટોડી ટૂ જોઈન એસ.એચ.રોડ નું ઇ ખાતમુહૂર્ત તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકો માટે 11.75 કરોડના ખર્ચે તૈયાર થયેલ 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 31 પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, કલ્યાણપુરમાં આવેલી સરકારી વિનિયન કોલેજમાં 17 લાખના ખર્ચે કોમ્પ્યુટર લેંગ્વેજ લેબનું ઇ-લોકાર્પણ, દ્વારકા માં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. 66 કેવી ધ્રાસણવેલ સબ સ્ટેશનનું ભૂમિ પૂજન સીએમ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકો માટે 11.75 કરોડના ખર્ચે તૈયાર થયેલા 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 31 પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. આમ, કુલ 72 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવ્યાં હતા. સીએમ રૂપાણીએ જાહેરસભાનું સંબોધન કરી દ્વારકાધીશના દર્શન કર્યા વિના પોતાના કાફલા સાથે રાજકોટ રવાના થયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.