વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દ્વારકા તાલુકાના સુંદર બીચ શિવરાજપુરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેની પસંદગી ભારત સરકારશ્રીના વન પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલય તથા ગુજરાત સરકારના ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર દ્વારા બ્લુ ફ્લેગ બીચ તરીકે આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવવાના હેતુથી કરવામાં આવી છે.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બુધવારે શિવરાજપુર બીચ ખાતે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા વર્ષ 2019 દરમિયાન વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન શિવરાજપુર બીચ ખાતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ બુઘવારના કાર્યક્રમમાં દરિયા કથા સફાઈ અભિયાન વૃક્ષારોપણ દરિયાઈ જીવસૃષ્ટિ અને જલવાયુ પરિવર્તનનું રક્ષણ જેવા વિષયો પર પ્રદર્શન માટીકામ કલાકારો દ્વારા પર્યાવરણ વિષય આધારિત વિવિધ રચનાત્મક માટીના શિલ્પો તેમજ 60 જેટલા વિવિધ કલાકારો દ્વારા વૉલપેપર વગેરે જેવી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ હતું.