ETV Bharat / state

Bogus Marksheet Scam: ખંભાળિયામાં પકડાયું કૌભાંડ, આરોપી તરીકે AAP પ્રમુખની ધરપકડ - Bogus Marksheet Scam: AAP president arrested as accused

દ્વારકા જિલ્લામાં 3 નકલી માર્કશીટ ઝડપાવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ખંભાળિયા તાલુકાના પ્રવીણસિંહ પથુભા વાઘેલાના પુત્ર વિરમદેવસિંહ તથા ગોઈંજના રહેવાસી જયપાલસિંહ રાઠોડ અને પ્રદ્યુમ્નસિંહ રાઠોડ સને 2017માં ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં નાપાસ થયાં હતાં. તેમના માટે નકલી માર્કશીટ બનાવી આપવાના કેસમાં(Bogus Marksheet Scam) જિલ્લા આપ પ્રમુખની (AAP) ધરપકડ કરવામાં આવી છે.

Bogus Marksheet Scam: ખંભાળિયામાં પકડાયું કૌભાંડ, આરોપી તરીકે AAP પ્રમુખની ધરપકડ

author img

By

Published : Oct 16, 2021, 7:20 PM IST

  • દ્વારકા એલસીબીદ્વારા ઝડપાયું કૌભાંડ
  • ખંભાળિયામાં નકલી માર્કશીટ બનાવી અપાઈ
  • જિલ્લા આપ પ્રમુખની ધરપકડથી રાજકીય વાતાવરણ ગરમાયું

દ્વારકાઃ જિલ્લાના ખંભાળિયા તાલુકાના ઊગમણા બારાના રહેવાસી પ્રવીણસિંહ પથુભા વાઘેલાના પુત્ર વિરમદેવસિંહ તથા ગોઈંજના રહેવાસી જયપાલસિંહ રાઠોડ અને પ્રદ્યુમ્નસિંહ રાઠોડ સને 2017માં ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં નાપાસ થયાં હતાં. આ બાળકોને ધોરણ 10 પાસ કરી આર્મીમાં જઇ દેશની સેવા કરવાની તમન્ના હતી. તે પૂર્ણ ન થતાં નિરાશ કોઇ અઘિટત પગલું ન લે તે નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ (Bogus Marksheet Scam) આચરાયું હતું.

દિલ્હી રાજ્ય બોર્ડની ઓળખાણની લાલચ આપી

પ્રવીણસિંહની ગઢવી કારુભાઈ જીવનભાઈ ભાણ સાથે મુલાકાત થતાં અને તેમના દ્વારા તમામને વિશ્વાસમાં લઇ કહ્યું હતું તે તેમનો દિલ્હી બોર્ડમાં સારો કોન્ટેકટ છે અને ચાલુ વર્ષમાં જ તમારા સંતાનને પાસ કરાવી આપવા ખાતરી આપવામાં આવી. જોકે તે માટે રૂપિયા 27 - 27 હજાર આપવા જણાવાયું હતું ફરિયાદીને રકમ વધુ લાગતાં પ્રવીણસિંહ પથુભા પાસેથી 27હજાર તેમ જ જયપાલસિંહ રાઠોડ તેમજ પ્રદ્યુમ્નસિંહ રાઠોડ પાસેથી 15-15 હજાર રૂપિયા વસૂલી કોઈપણ જાતના ફોર્મ ભર્યા વગર કે પરીક્ષા આપ્યા વગર થોડા સમય બાદ દિલ્હી રાજ્ય બોર્ડની માન્યતાવાળા રાષ્ટ્રીય મુક્ત શિક્ષા સંસ્થાનના નામની બનાવટી ધોરણ 10 પાસ હોય તેવી માર્કશીટ (Bogus Marksheet Scam) આપી હતી.

દિલ્હી રાજ્ય બોર્ડની ઓળખાણની લાલચ આપી નકલી માર્કશીટ બનાવી હતી

આરોપી કે. જે. ગઢવી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ

નકલી માર્કશીટના આધારે તમામ બાળકોએ આગળનો અભ્યાસ પણ શરૂ કરી નાખ્યો હતો. પરંતુ હાલ દ્વારકા જિલ્લામાં યોજાયેલી આર્મીની ભરતીમાં વિરમદેવસિંહ વાઘેલા પાસ થતાં અને આખરે જયારે એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મોકલતાં આ માર્કશીટ (Bogus Marksheet Scam) ખોટી હોવાની જાણ થઇ હતી. તમામ ભોગ બનનાર બાળકોએ દ્વારકા એલ.સી.બી.માં અરજી આપતા તપાસમાં દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીના (AAP) પ્રમુખ અને હાલાર ટુડે નામથી અખબાર ચલાવતા કે. જે. ગઢવી ઉર્ફે કારું જીવણ ભાણની આઇ.પી.સી.ની કલમ 420, 465,466,471 વગેરે મુજબ ધરપકડ કરી અન્ય કેટલા બોગસ સર્ટી તેમણે ઇસ્યૂ કર્યા છે તેમજ આ કામમાં તેમની સાથે કોણ કોણ સામેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આપ (AAP) પાર્ટીના જિલ્લા પ્રમુખનું નામ આ બાબતે ખુલતાં સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો આવ્યો હતો.

આ પણ વાંચોઃ કૃષિ કાયદાનાં વિરોધમાં દ્વારકાનાં ખંભાળિયા ખાતે કોંગ્રેસ કિસાન સમિતીનાં ધરણા

આ પણ વાંચોઃ સામાજિક કાર્યકરે ખંભાળિયા નગરપાલિકા ચીફ ઓફિસરની ચેમ્બરમાં જઈને વિરોધ કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.