- પાટીલ રવિવારે એક દિવસીય દ્વારકાના પ્રવાસે હતા
- પાટીલ દ્વારકાધીશ મંદીરે ધ્વજારોહણ કરવા ગયા
- ગોમતીઘાટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો
દ્વારકા : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ(BJP president CR Patil)ગઇકાલે રવિવારે દ્વારકાના પ્રવાસે હતા. તેમની સાથે સાસંદ રમેશ ધડુક સહિતના ભાજપના નેતાઓ પણ હતા. દ્નારકામાં તેમને આવકારવા માટે ધારાસભ્ય જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાસંદ પૂનમ બેન માડમ, વાસણ આહીર સહિતના નેતાઓ પહોચ્યા હતા. અને ત્યારબાદ દ્વારકાધીશ મંદીરે ધ્વજારોહણ કરવા માટે ગયા હતાં.
પાટીલે દ્વારકાધીશ મંદીરે ધ્વજારોહણ કર્યું
સી.આર.પાટીલ(BJP president CR Patil) દ્વારકાના ગોમતી ઘાટેની મુલાકાતે આવી પહોંચ્યા હતા તેમની સાથે અન્ય ભાજપના નેતાઓ પણ હતાં. બહોળી સંખ્યામાં જનમેદની પણ એકઠી થઇ હતી. નેતાઓ તેમજ કાર્યકરોનો વાહનોનો કાફલો દ્વારકામાં રેલી સ્વરૂપે ગોમતીઘાટના કિનારે પહોચ્યો હતો. કોઇ ધટના ન બને તે માટે ગોમતીઘાટના કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ગોમતિઘાટ ના કિનારા પર પૂજારીઓ દ્વારા ધ્વજાની પૂજા વિધિ શરૂ કરાઇ હતી. ત્યાર બાદ ધ્વજારોહણ માટે દ્વારકાધીશ મંદિર તરફ રવાના થયા હતા. સી.આર પાટીલે દ્વારકાધીશનાં દર્શન કરી પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતાં.
આ પણ વાંચો : સુરતમાં કેબલ બ્રિજને જકડીને રાખે તે માટે લગાવેલા પાર્ટ્સની ચોરી
આ પણ વાંચો દરેક ક્ષેત્રે સેવાકીય કાર્ય કરીને માનવતાની સુવાસ ફેલાવતી ભુજની માનવજ્યોત સંસ્થા