ન્યૂઝ ડેસ્કઃ ગુજરાતમાં દ્વારકા બેઠકના ધારાસભ્ય પબુભા માણેકે મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે તેમજ ન્યાયમૂર્તિ એલ. નાગેશ્વર રાવ તેમજ ન્યાયાધીશ સૂર્યકાંતની બેંચ સમક્ષ તેમની અરજીની તાત્કાલીક સુનાવણી કરવાની માગ કરી છે. સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી કરવાની તૈયારી બતાવી છે.
પી.વી માણેકે કોરોના વાઈરસના કહેર અને લૉકડાઉનની વચ્ચે ત્વરીત સુનાવણીની માગ કરી છે. જેથી તેમને રાજ્યસભામાં મતદાન કરવાની અનુમતિ મળી શકે. 26 માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે. પરંતુ રાજ્યમાં કોરોનાની સ્થિતિના કારણે મતદાન થશે કે નહીં તે નક્કી નથી. હાલની પરિસ્થિતિ મુજબ મતદાન મોકૂફ રખાય તેવી સંભાવનાને નકારી શકાય તેમ નથી.