ETV Bharat / state

ગુજરાત ATSને વધુ એક સફળતા, દ્વારકા માંથી ટીમે વધુ 12 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

ગુજરાત ATSને (Gujarat ATS) મોરબીના ઝીંઝુડામા ડ્ર્ગ્સ મામલે વધુ એક મોટી સફળતા મળી છે. દ્વારકાના (Dwarka drugs case) જામકલ્યાણપુરના નાવદ્રા ગામે રહેતા અનવર ઉર્ફે અનુ પટેલીયા ઘરે દરોડો પાડ્યો હતો, તેની પાસેથી વધુ 24 કિલો હેરોઇન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત આશરે 120 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાથે જ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

ગુજરાત ATSને વધુ એક સફળતા, દ્વારકા માંથી ટીમે વધુ 12 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSને વધુ એક સફળતા, દ્વારકા માંથી ટીમે વધુ 12 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
author img

By

Published : Nov 19, 2021, 12:42 PM IST

  • દ્વારકાના જામકલ્યાણપુરના નાવદ્રા ગામે રહેતા અનવર ઉર્ફે અનુ પટેલીયાના ઘરે દરોડા
  • આરોપીઓ પાસેથી વધુ 24 કિલો હેરોઇન મળી આવ્યુ
  • જેની બજાર કિંમત આશરે 120 કરોડ રૂપિયા

દ્વારકા: ગુજરાત ATS (Gujarat ATS) દ્વારા હાલમાં જ મોરબીના ઝીંઝુડામાંથી પકડેલા 120 કિલો હેરોઇન કેસમાં (drugs case) વધુ તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજસ્થાન અને જોડિયામાંથી પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ (Accused arrested) કરી 24 કિલો વધારે હેરોઇન જપ્ત કર્યું છે.

ગુજરાત ATSને વધુ એક સફળતા, દ્વારકા માંથી ટીમે વધુ 12 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

ડ્રગ્સ સિન્ડિકેટ પાકિસ્તાનથી ઓપરેટ થતું હોવાનું સામે આવ્યું

અગાઉ ઝીંઝુડા કેસમાં ઝડપાયેલા 3 આરોપીઓ 12 દિવસના પોલીસ રિમાન્ડ પર છે ત્યારે ડ્રગ્સ સિન્ડિકેટ પાકિસ્તાનથી ઓપરેટ થઇ રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ ડ્રગ્સ અને તેના સૂત્રધારને કોઇ પણ ભોગે ઝડપી લેવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે આ તમામ ડ્રગ્સ પંજાબ મોકલવાનું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ભારત ભૂષણ શર્મા ઉર્ફે ભોલા શૂટર અને અંકિત જાખડ રાજસ્થાનથી, ઈશા રાવના પુત્ર હુસેન રાવની જામનગરના જોડિયાથી ધરપકડ કરવામાં આવી છે જે ત્રણેય આરોપીના કોર્ટે 10 દિવસના રિમાન્ડ પણ મંજુર કર્યા છે. હેરોઈન કન્સાઈનમેન્ટની વધુ તપાસ તથા પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્સ સ્મગલર્સની સંડોવણી ખૂલી હતી. ઈકબાલ ડાડો ભંગારીયાએ આ હેરોઈન કન્સાઈનમેન્ટ માંથી 12 કિલો જેટલા હેરોઈનના જથ્થાની ડિલીવરી રાજસ્થાન ખાતે ડ્રગ માફીયા ભોલા શૂટરના માણસોના નામે અંકિત જાખડ અને અરવિંદકુમાર યાદવને કરી હતી.

આ પણ વાંચો: આ રીતે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે, જાણો કેવી રીતે ચાલે છે નેટવર્ક...

વધુ બે આરોપીની કરવામાં આવી ધરપકડ

બાકીના ડ્રગ્સની ડીલીવરી માટે ઈકબાલ ડાડો રાજસ્થાન ખાતે ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિદ યાદવને મળવા જવાનો હોવાની માહિતી મળી હતી, જે આધારે ગુજરાતની ATS ટીમ રાજસ્થાન ખાતે વોચમાં હતી, જે દરમ્યાન બે આરોપીઓ ઈકબાલ અને અરવિંદકુમાર યાદવને રાજસ્થાન નજીકથી પકડી પાડવામાં આવ્યા છે.

તમામ ડ્રગ્સની ડીલીવરી ભોલા શૂટરના માણસો જ કરતા

આરોપીઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે, ભોલા શૂટર જે હાલમાં ફરીદકોટ જેલમાં છે તે અંકિત જાખડ, અરવિંદ યાદવ તથા અન્ય માણસો મારફતે ડ્રગ્સ રેકેટ ચલાવે છે અને આ તમામ ડ્રગ્સની ડીલીવરી ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિંદ યાદવને કરવાના હતા. ભારત ભૂષણ શર્મા, ઉર્ફે ભોલા શૂટર ઉપર રાજસ્થાન, પંજાબ તથા હરિયાણા સહિતના રાજ્યોમાં લૂંટ, હત્યા, ખંડણી વગેરે જેવા સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલ છે. અંકિત જાખડ તથા ભોલા શૂટર લોરેન્ઝ બિશ્નોઈ ગેંગના સક્રિય સભ્યો છે અને ભોલા શૂટર લોરેન્ઝ બિશ્નોઈનો ખાસ માણસ છે.

આ પણ વાંચો: Dwarka drugs case: 120 કરોડનાં ડ્રગ્સ સાથે 3 આરોપીઓની કરાઇ અટકાયત

પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતા વાહનો કબ્જે લેવાની કાર્યવાહી હાથ ધરી

આ ઉપરાંત ઉપરોક્ત ગુનામાં વોન્ટેડ આરોપી ઈશા રાવના પુત્ર હુસેન રાવ પણ આ ગુનામાં સંડોવાયેલ હોવાથી તેની પણ જોડીયા ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સ હેરાફેરી કરવા માટે આરોપીઓએ એક ખાસ વાહન બનાવ્યું હતું. જેમાં પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતા વાહનો પણ કબ્જે લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.