દેવભૂૂૂમિ દ્વારકા: જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલી ટાટા કેમિકલ્સે મીઠાપુર પ્લાન્ટમાં ઇમર્જન્સીની સ્થિતિમાં તૈયારીની સમીક્ષા કરવા મોક ડ્રિલનું આયોજન કર્યું કરવામાં આવ્યું હતું. કંપનીના પ્લાન્ટની આસપાસના ક્ષેત્રો અને સમુદાયોમાં સલામતી વધે તેવી બાબતોને ધ્યાન પર રાખી મીઠાપુર પ્લાન્ટમાં સલામતી અંગે જાગૃતિ લાવવા મોક ડ્રિલનું આયોજન કર્યું હતું.
મોક ડ્રિલ જામનગરમાં ગુજરાત સરકારના ડાયરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISHH) સાથે સંયુક્ત જોડાણમાં હાથ ધરવામાં આવી હતી. ડ્રિલમાં પ્લાન્ટમાં એમોનિયાના સ્ટોરેજની સપ્લાય લાઇનમાં લીકેજનું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. સલામતી અંગે જાગૃતિ લાવવા આયોજિત આ મોક ડ્રિલ DISHHના અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી.
ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના આસિસ્ટન્ટ ડાયરેક્ટર દેવેન્દ્ર પ્રજાપતિ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના આસિસ્ટન્ટ ડાયરેક્ટર બી એસ પટેલ અને બિલ્ડિંગ અન્ય નિર્માણ કામદારો (BOCW)ના ઓફિસર જી એ મકવાણા ઉપસ્થિત હતા. આ ડ્રિલનું સંકલન મીઠાપુરમાં સેફ્ટી એન્ડ હેલ્થના હેડ દેવેન્દ્ર ઠાકુરે કર્યું હતું.