ETV Bharat / state

Bribery Case in Dwarka : દ્વારકા જિલ્લાના વાડીનાર ગ્રામ પંચાયતના નવ નિયુક્ત સરપંચ લાંચ લેતા ઝડપાયા - રાજકોટ ACB

દ્વારકા જિલ્લાના વાડીનાર ગ્રામ પંચાયતના નવ નિયુક્ત સરપંચ ACB ની (Bribery Case in Dwarka) ઝપટે ચડ્યા છે. પોતાના હોદાનો ગેરઉપયોગ કરીને લાંચ લેવા (Sarpanch Caught Taking Bribe in Vadinar) જઈ રહ્યા હતા. ત્યારે ACB એ રાજકોટથી દોઢ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા લીધા હતા.

Bribery Case in Dwarka : દ્વારકા જિલ્લાના વાડીનાર ગ્રામ પંચાયતના નવ નિયુક્ત સરપંચ ACB ની ઝપટે

author img

By

Published : Jan 27, 2022, 1:23 PM IST

Updated : Jan 27, 2022, 7:35 PM IST

દેવભૂમિ-દ્વારકા : વાડીનાર ગ્રામ પંચાયતમાં નવા ચૂંટાયેલા સરપંચ હુસેનાબાનું અબાસ સંઘાર તેમજ તેમના પતિ અબાસ સંઘાર ACBના ઝપટે (Bribery Case in Dwarka) ચડી ગયા છે. નવા ચૂંટાયેલા સરપંચ અને તેમના પતિ આજુબાજુના વિસ્તારમાં આવેલી કંપની પાસે NOC બદલ હપ્તો (Sarpanch Caught Taking Bribe in Vadinar) મેળવવા જતાં ACBની ઝપટે ચડ્યાના સમાચાર સામે આવ્યા છે.

ACB એ સરપંચ તેમજ તેમના પતિને પણ રંગેહાથ ઝડપ્યા

રાજકોટ શહેરમાં કરપ્શનના (Corruption Case in Dwarka) રૂપિયાની લેતી દેતી સમયે ACB એ સરપંચ તેમજ તેમના પતિને પણ રંગેહાથ ઝડપ્યા છે. સરપંચ દ્વારા 4 લાખની લાંચ માંગી હતી. તેમાંથી દોઢ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. આ સમગ્ર મામલો રાજકોટ શહેરમાં સગેવગે કરવાનું નક્કી કર્યું હતું. મળતી માહિતી મુજબ 50 હજારની લાંચ લીધી હતી. જેમાં રાજકોટ લાંચ લેવા ગયેલા સરપંચ અને તેમના પતિને દોઢ લાખની લાંચ લેતા ACB એ રંગે હાથે ઝડપી લીધા.

સરપંચના પતિએ ફરિયાદી પાસે 4,00,000 માંગણી કરી

સમગ્ર વાત કરવામાં આવે તો, ફરિયાદીને વાડીનાર ખાતે બાઉન્ડ્રી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્ટ કરવા માટેનું કામ મળ્યું હતુ. જે કામમાં અડચણ ઉભી નહીં કરવા માટે વાડીનાર ગ્રામ પંચાયતના સરપંચના પતિએ ફરિયાદી પાસે 4,00,000 માંગણી કરી હતી. આ ઉપરાંત ઘરવખરીનો સામાન, 3 મોબાઇલ અને બે આઇફોનની માંગણી કરેલી હતી.

લાંચની રકમ સ્વીકારી

ઘરવખરીનો સામાન, 3 મોબાઇલ અને 50,000 રોકડા અગાઉ ફરીયાદી તેમજ ફરીયાદી સાથે કામ કરનાર અન્ય વ્યક્તિ પાસેથી સ્વીકારી લીધેલા હતા. બાકીની રકમ 3,50,000 તેમજ બે આઇફોન પૈકી 1,50,000 રાજકોટ આપવાનો વાયદો કર્યો હતો. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હતો. તેથી ફરિયાદીએ ACB નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી દીધી હતી. જે ફરીયાદીની ફરીયાદને આધારે ACB એ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. ACB એ સરપંચ અને તેમના પતિને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમજ સરપંચ વતી તેના પતિએ ફરિયાદી પાસેથી 1,50,000ની લાંચની રકમ સ્વીકારી હતી. આ ઉપરાંત ACBએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Department of Energy Online Paper Leak: પરીક્ષા પાસ કરાવવા 22 લાખની લાંચ લેવાઇ હોવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ

આ પણ વાંચોઃ Surat ACB Trap: વલસાડનો લાંચિયો ASI હજી પણ પોલીસ પકડથી દૂર, વચેટિયો ઝડપાયો

Last Updated : Jan 27, 2022, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.