ETV Bharat / state

દ્વારકાના ભાણવડમાં કેન્દ્રીયપ્રધાન પુરષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઈ - gujarat

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે સોમવારે કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલાએ જાહેર સભાને સંબોધીને, કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો સહિત 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

Devbhoomi-Dwarka
Devbhoomi-Dwarka
author img

By

Published : Feb 22, 2021, 10:48 PM IST

  • ભાણવડ ખાતે કેન્દ્રીયપ્રધાન પુરષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઈ
  • તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ પ્રચંડ પ્રચાર
  • કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
    પુરષોત્તમ રૂપાલાની જાહેર સભા

દેવભૂમિ દ્વારકા: જિલ્લાના ભાણવડ ખાતે સોમવારે કેન્દ્રીયપ્રધાન પુરષોત્તમ રૂપાલાએ સભાને સંબોધી હતી. આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે ભાણવડ ખાતે આજ રોજ ભાજપ દ્વારા પ્રચંડ પ્રચારની શરૂઆત કરાઈ હતી. જેમાં કેન્દ્રીયપ્રધાન પુરષોત્તમ રૂપાલાએ સભાને ગજવી હતી અને હજારોની સંખ્યામાં લોકોની હાજરીમાં સભામાં કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, ચેરમેન, સદસ્ય સહિત 200થી વધુ કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને કેન્દ્રીયપ્રધાન પુરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને ભાણવડ તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર જીત મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.