- 458 પોલિયોના બુથ ઉપર 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી અપાઇ
- જિલ્લાના 22 ટ્રાન્ઝિટર પોઈન્ટ પર પોલિયો રસીકરણની કામગીરી શરૂ કરાઇ
- 90635 બાળકોને પોલિયો રસી અપાઇ
દેવભૂમિ દ્વારકા : જિલ્લામાં 90635 બાળકોને પોલિયો રસી આપી આરક્ષિક કરવાનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીના હસ્તે ઓખામાં નગરપાલિકા પ્રાયમરી સ્કૂલ ખાતે પોલિયો રસીકરણ બુથનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.તેમજ ખંભાળીયામાં ડી.ડી.ઓ. જાડેજાના હસ્તે જૂની ખડપીઠ નજીક આંગણવાડી કેન્દ્ર ખાતે પ્રારંભ કરવામાં આવ્યું હતું.
0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી અપાઇ
પોલીયો રસીકરણ ઝુંબેશમાં પ્રથમ દિવસે 458 પોલિયોના બુથ ઉપર 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજા અને ત્રીજા દિવસે 876 ટીમો તેમજ 86 મોબાઈલ ટીમ દ્વારા ઘરે ઘરે ફરી પોલિયો રસી આપી બાળકોને રસીકરણ કરવામાં આવ્યા. જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતના સ્થળોએ તેમજ જિલ્લાના 22 ટ્રાન્ઝિટર પોઈન્ટ પર પોલિયોની રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.