ETV Bharat / state

ખંભાળિયા પાલિકાની ચૂંટણીમાં બ્રહ્મ સમાજની નારાજગી દૂર થતા 4 ઉમેદવારોએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી - khambhaliya news

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીને લઈને ક્યાંક ખુશી, તો ક્યાંક દુઃખની લાગણીઓ વ્યાપી ગઇ છે. આ વચ્ચે ખંભાળિયા પાલિકાની ચૂંટણીમાં બ્રહ્મ સમાજના ઉમેદવારોને તક ન અપાતા નારાજગી વ્યાપી ગઈ હતી. જો કે, પક્ષ સાથે વાટાઘાટો થતાં બ્રહ્મ સમાજની નારાજગી દૂર થઈ હતી. જે બાદ, 4 ઉમેદવારોએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી.

ખંભાળિયા પાલિકાની ચૂંટણીમાં બ્રહ્મસમાજની નારાજગી દૂર થતા 4 ઉમેદવારોએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી

author img

By

Published : Feb 15, 2021, 9:03 AM IST

  • ભાજપ દ્વારા નગરપાલિકાની 7 વોર્ડની ચૂંટણી માટે 28 પૈકી 26 ઉમેદવારોની યાદી જાહેર
  • અત્યાર સુધીમાં 28 નામો પૈકી 26 નામો જાહેર કરવામાં આવ્યા
  • બ્રહ્મ સમાજમાંથી એક પણ ઉમેદવારને ટિકિટ ન મળતા સમાજનાં લોકોમાં નારાજગી

ખંભાળિયા: નગરપાલિકાની ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થઈ છે. ભાજપ દ્વારા નગરપાલિકાની 7 વોર્ડની ચૂંટણી માટે 28 પૈકી 26 ઉમેદવારોની યાદી જાહેર થતાં નવા ચહેરાઓને પણ મેદાને ઉતારવામાં આવ્યા હોવાનું લાગી રહ્યું છે. ટિકિટો જાહેર થતા બ્રહ્મ સમાજમાંથી એક પણ ઉમેદવારને ટિકિટ ન મળતા સમાજના લોકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી. જો કે, પક્ષ સાથેની બેઠકો અને વાટાઘાટો બાદ બ્રહ્મ સમાજના 4 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતાં.

ખંભાળિયા પાલિકાની ચૂંટણીમાં બ્રહ્મસમાજની નારાજગી દૂર થતા 4 ઉમેદવારોએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી
સમાજ પ્રમાણે ટિકિટોની ફાળવણીભાજપ દ્વારા 28 બેઠકો પૈકી 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં સતવારા સમાજના 4 ઉમેદવારોને, લોહાણા સમાજના 6 ઉમેદવારોને, જ્યારે બ્રહ્મ સમાજના 4 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ સાથે લઘુમતી સમાજ ના 3 ઉમેદવારો, ગઢવી સમાજના 2 ઉમેદવારો અને આહીર, સોની અને પ્રજાપતિ સમાજમાંથી સમાજને એક-એક ટિકિટ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.