ETV Bharat / state

દ્વારકાના ભીમરાણા ગામેથી ભીખ માગતા 3 શંકાસ્પદ યુવાનો ઝડપાયા

દ્વારકાથી 20 કિલોમીટર દૂર આવેલા ભીમરાણા ગામે સોમવાર બપોરના સમયે ભીખ માગતા ત્રણ યુવાનો શંકાસ્પદ હાલતમાં ભીમરાણા ગ્રામજનોએ પકડી પાડયા હતા.

3 suspected youths arrested from Dwarka
દ્વારકામાંથી 3 શંકાસ્પદ યુવાનો ઝડપાયા
author img

By

Published : Feb 18, 2020, 3:54 PM IST

દેવભૂમિ દ્વારકાઃ શહેરથી 20 કિલોમીટર દૂર આવેલા ભીમરાણા ગામે સોમવાર બપોરેના સમયે ભીખ માગતા હતા. આ ત્રણેય યુવાનો શંકાસ્પદ જણાતા ગામલોકોએ અટકાવી પ્રાથમિક પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં સંતોષકારક જવાબ ન મળતા ગામલોકોએ પોલીસને જાણ કરી હતી.

ગ્રામજનોના જણાવ્યા મુજબ આ ત્રણેય યુવાનો શંકાસ્પદ રીતે ભીખ માગતા હતા. તેમની પાસે શંકાસ્પદ આધારકાર્ડ પણ મળી આવ્યા હતા. તેથી ગ્રામજનોએ ત્રણ યુવાનોને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ મીઠાપુર પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થયા બાદ મીઠાપુર પોલીસની ટીમ દોડી ઘટનાસ્થળે આવી હતી. આ ત્રણેય યુવાનોને તપાસ અર્થે પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા.

3 શંકાસ્પદ યુવાનો ઝડપાયા

મીઠાપુર પોલીસના સ્ટાફના જણાવ્યા અનુસાર સોમવાર સવારે પણ અન્ય બે યુવાનો આવી જ રીતે પકડાયા છે. જ્યારે અન્ય એક યુવાન ગુમ છે. કુલ છ યુવાનો આ રીતે શંકાસ્પદ હાલતમાં ઝડપાયા હતા. મીઠાપુર પોલીસે ત્રણેય યુવાનોની અટકાયત કરી પૂછપરછ અર્થે પોલીસ મથકે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.