દેવભૂમિ-દ્વારકા : RSPL ઘડી કંપની વિરુદ્ધ મજૂરો,બેરોજગારો, ખેડૂતોનું આંદોલન (Movement against Ghari Company) સતત વેગ પકડી રહ્યું છે ત્યારે આંદોલનના 10 માં દિવસે ધારાસભ્ય વિક્રમ માડમે ઉપવાસ છાવણીની (Vikram Madam Visit to Fasting Camp) મુલાકાત લીધી હતી. વિક્રમ માડમે જણાવ્યું કે, બેરી મૂંગી સરકાર કઈ સાંભળતી જ નથી. આ સરકાર કંપનીઓ, પૈસાદારો, ઉદ્યોગપતિઓને સાચવે છે. ગરીબ માણસની વેદનાને સાંભળવામાં રસ નથી.
આ પણ વાંચો : દ્વારકામાં RSPL ઘડી કંપની વિરૂદ્ધ ખેડૂતોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો
વિક્રમ માડમે આંદોલન સમર્થનમાં સુર પુર્યો - ધારાસભ્ય વિક્રમ માડમે મજૂરો, ઇજાગ્રસ્તોની વેદના સાંભળી આ મામલે તંત્રને જાણ કરી હતી. આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરી આ હક્કની લડાઈમાં પોતે સાથે હોવાનો સૂર પૂર્યો હતો. આ તકે તેઓએ આવી કંપનીઓ સરકારની છત્રછાયા નીચે કામ કરતા હોય તેવા સ્થાનિકો મજૂરો સાથે અન્યાય કરતી કંપની સામે લોકશાહીમાં જનશક્તિ એ જ શ્રેષ્ઠ હથિયાર છે તેવું વિક્રમ (Vikram Madam Government Attack) માડમે જણાવ્યું હતું. લોકોની સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવવું જોઈએ તેવું તેમને ઉમેર્યું હતું.
આ પણ વાંચો : Fraud In Vadodara: વડોદરા BJP MLAનો પુત્ર ઠગાયો, કાર ખરીદી પર ડિસ્કાઉન્ટના ઝાંસામાં 20 લાખ ગુમાવ્યા
સરકારના હાથના લીધે મજૂરોનું શોષણ - ધારાસભ્ય વિક્રમ માડમે (Ghari Company Against Movement) જણાવ્યુ હતું કે, દસ દસ દિવસથી ઘડી કંપનીની સામે મજુરો આંદોલન ચલાવી રહ્યા છે. મે વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન ખુબ પ્રયત્ન કર્યો હતો.સંકલનની મિટિંગમાં કલેકટરનો પૂછીને પણ ઘણા પ્રયત્ન કર્યા હતા. આ સરાકારને ગરીબ માણસની વેદનાને સાંભળવામાં રસ નથી શા માટે? શા માટે આ લોકોને ન્યાય નથી મળતો. આ લોકોના અકસ્માત થાય છે, મૃત્યુ થાય છે, છતાં એક રૂપિયો પણ દેવામાં આવતો નથી. અને જે લોકો એમની સામે અવાજ ઉઠાવે છે. તેને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવે છે. બહારનો લોકોને 35,000 વળતર અને સ્થાનિક લોકોને 335 વળતર આપવામાં આવે છે. આવું શોષણ શા માટે ? સરકારનો માથે હાથ છે એટલે કંપની શોષણ કરે છે અને કોઈનું સાંભળતી નથી.