ETV Bharat / state

ડાંગના આહવા ખાતે યોજાયો "વિશ્વ આદિવાસી દિવસ" - જાગૃત જનપ્રતિનિધિઓ

રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના પ્રધાન ગણપતસિંહ વસાવાએ સૌને "વિશ્વ આદિવાસી દિવસ"ની શુભકામનાઓ પાઠવી હતી. ડાંગ જિલ્લા માટે તાજેતરમાં જ રાજ્ય સરકારે રૂપિયા 34 કરોડના નવા રસ્તાઓ મંજૂર કરવા સાથે, ડાંગના જાગૃત જનપ્રતિનિધિઓની અપીલને માન્ય રાખી હતી.

ડાંગના આહવા ખાતે યોજાયો "વિશ્વ આદિવાસી દિવસ"

author img

By

Published : Aug 9, 2020, 8:52 PM IST

ડાંગઃ રાજ્યના આદિવાસી સમાજને વિશ્વ આદિવાસી દિન નિમિત્તે સંગઠિત બનવાની અપીલ કરી, રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના પ્રધાન ગણપતસિંહ વસાવાએ સૌને "વિશ્વ આદિવાસી દિવસ"ની શુભકામનાઓ પાઠવી હતી.

સો ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં "વિશ્વ આદિવાસી દિવસ"ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાપ્રધાને આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસ માટે સતત ચિંતિત રાજ્ય અને કેન્દ્ર સરકારના અભિગમનો ખ્યાલ આપ્યો હતો.ગણપતસિંહ વસાવાએ આદિવાસી સમાજ, અને રાજ્ય તથા દેશને ગૌરવ અપાવનારા ડાંગ જિલ્લાના આંતરરાષ્ટ્રીય દોડવીર કુ.સરિતા ગાયકવાડને રાજ્ય સરકાર આગામી દિવસોમાં ક્લાસ-1ની નોકરી આપીને સન્માનિત કરશે તેમ જણાવી, રાજ્ય સરકાર લોંગ ડિસ્ટન્સ રનર મુરલી ગાવિતની પડખે રહી, તેનું પણ યથોચિત સન્માન કરશે તેમ ઉમેર્યું હતું.

ડાંગના આહવા ખાતે યોજાયો
ડાંગના આહવા ખાતે યોજાયો "વિશ્વ આદિવાસી દિવસ"

ડાંગ જિલ્લા માટે તાજેતરમાં જ રાજ્ય સરકારે રૂપિયા 34 કરોડના નવા રસ્તાઓ મંજૂર કરવા સાથે, ડાંગના જાગૃત જનપ્રતિનિધિઓની અપીલને માન્ય રાખી, બીજા રૂપિયા 30 કરોડ જંગલ વિસ્તારના માર્ગો માટે ફાળવ્યા છે. તેમ જણાવ્યું હતું. ડાંગ જિલ્લામાં 8 જેટલી એક્લવ્ય મોડેલ સ્કુલ સાથે પી.ટી.સી. કોલેજ, પોલીટેકનીક કોલેજ, કૃષિ કોલેજ અને વિજ્ઞાન કોલેજ કાર્યાન્વિત કરીને રાજ્ય સરકાર આદિજાતિ સમાજના ઉત્કર્ષ માટે રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટી શરુ કરી રહી છે તેમ જણાવ્યું હતું.

આદિજાતિ સમાજના વીર સપુતોને ઇતિહાસમાં અમરત્વ પ્રદાન કરવાના હેતુસર રાજ્ય સરકારે રાજપીપળા ખાતે ફ્રીડમ ફાયટર ટ્રાયબલ મ્યુઝીયમનું નિર્માણ કાર્ય શરુ કર્યું છે. તેમ જણાવી પ્રધાને, અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના 14 જિલ્લાઓ, 53 તાલુકાઓ, 4500 ગામડાઓમાં વસતા 90 લાખથી વધુ આદિવાસી સમાજ માટે સરકાર સતત ચિંતા કરી રહી છે. તેમ જણાવ્યું હતું. તેમણે દેશના 11 કરોડથી વધુ આદિવાસી સમાજને ગૌરવ અપાવનારા બિરસા મુંડા, ગુરુ ગોવિંદ, વેગળા ભીલ સહિતના સપુતોને યાદ કરીને તેમની ગૌરવ ગાથા વર્ણવી હતી.

કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને સદાઈથી ઉજવાઈ રહેલા આ કાર્યક્રમમાં વનબંધુ કલ્યાણ યોજનાની વિગતો આપી આદિજાતિ વિકાસ પ્રધાન વસાવાએ, આદિવાસીઓના આસ્થા કેન્દ્રો એવા શબરી ધામ, ઉનાઈ અને દેવમોગરાના શ્રેણીબદ્ધ વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.

આદિવાસી વિસ્તારોમાં 24 કલાક વીજળી, પાણી, માર્ગો, શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન જેવા ક્ષેત્રે હાથ ધરાયેલા વિકાસ કાર્યોની વિગતો પણ ગણપતસિંહ વસાવાએ આપી હતી.

કોરોના કાળમાં આદિવાસી સમાજને કોઈ વધુ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે વિના મુલ્યે અનાજ વિતરણ કરવા સાથે ખેડૂતો, વિદ્યાર્થીઓ, નાના ધંધા રોજગાર સાથે જોડાયેલા લોકો વિગેરેને પણ આર્થિક મદદ પહોંચાડી છે તેમ પણ તેમને જણાવ્યું હતું.

જંગલ જમીનના અધિકારો સાથે પેસા એકટ અમલી બનાવીને આદિવાસી સમાજને વ્યાપક અધિકારો આ સરકારે આપ્યા છે તેમ જણાવી વસાવાએ સમરસ હોસ્ટેલો, તબીબી શિક્ષણ જેવા ક્ષેત્રે પણ અનેકવિધ નિર્ણયો સરકારે લીધા છે. તેમ જણાવ્યું હતું.

પ્રાસંગિક વક્તવ્યમાં ડાંગના માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલે આદિવાસી સમાજની ગૌરવ ગાથા વર્ણવી સરકારની આદિવાસી નીતિઓનો ખ્યાલ આપ્યો હતો.

વિશ્વ આદિવાસી દિવસ" ઉજવણીના ઇતિહાસનો ખ્યાલ આપતા ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે "કોરોના" જેવી મહામારી વચ્ચે આદિવાસી જીવનશૈલી એ સમાજને સ્વસ્થ રાખવામાં અહમ ભૂમિકા ભજવી છે તેમ જણાવ્યું હતું. આદિવાસી પરંપરાનો ઉલ્લેખ કરી કલેકટર શ્રી ડામોરે આદિવાસીઓના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાની અપીલ સાથે સૌને "વિશ્વ આદિવાસી દિવસ"ની શુભેચ્છા પાઠવી હતી.

ડાંગી પાવરી નૃત્યની સંગીતમય સુરાવલીઓ વચ્ચે ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે સ્થિત ડાંગ દરબાર હોલમાં યોજાયેલો "વિશ્વ આદિવાસી દિવસ" કાર્યક્રમ એક રીતે ડાંગ જિલ્લા માટે "વિકાસ પર્વ" બની રહ્યો હતો.

અહી આદિજાતિ વિકાસ વિભાગ, આદિજાતિ વિકાસ નિગમ અને વન વિભાગની જુદી જુદી યોજનાઓ જેવી કે, "મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર" યોજના, "કુવરબાઈનું મામેરું" યોજના, "સ્વરોજગાર યોજના", "વન લક્ષ્મી" યોજના, અને "માલિકી યોજના"ના કુલ 123 લાભાર્થીઓને કુલ રૂપિયા 355.57 લાખના વિવિધ લાભો પણ પ્રધાનો સહિતના મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા.

ઉપરાંત આરોગ્ય વિભાગના "કોરોના વોરિયર્સ" સહિત જુદા જુદા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વ્યક્તિ વિશેષ અને જુદી જુદી સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું પણ અહી જાહેર અભિવાદન કરાયું હતું.

ડાંગ જિલ્લાના "વિશ્વ આદિવાસી દિવસ" કાર્યક્રમમાં માજી સંસદીય સચીવ અને સુરતના ધારાસભ્ય પુર્ણેશ મોદી સહિત આદિજાતિ વિકાસ નિગમના ડીરેક્ટર બાબુરાવ ચૌર્યા, માજી ધારાસભ્ય મગળભાઈ ગાવિત, સામાજિક અગ્રણીઓ સર્વશ્રી રાજેશ ગામીત, કિશોર પટેલ, સંકેત બંગાળ, રમેશ ચૌધરી, રમેશ ગાંગુર્ડે, રાજવીઓ સર્વશ્રી ધનરાજ સિંહ અને ત્રીકમ રાવ ઉપરાંત આંતરરાષ્ટ્રીય દોડવીર અને ડાંગના બે અનમોલ રતન એવા સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિત સહિતના આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન નાયબ વન સંરક્ષક સર્વ અગ્નીશ્વર વ્યાસ અને દિનેશ રબારી, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી કાજલ ગામીત, કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી મણીલાલ ભુસારા, પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન, આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી શિવાજી તબીયાર સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને તેમની ભૂમિકા નિભાવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં પ્રાયોજના વહીવટદાર કે.જિ.ભગોરાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જયારે અંતે પ્રાયોજના કચેરીના અધિકારી આર.એસ.કનુજાએ આભારવિધિ આટોપી હતી. ઉદ્ઘોષક તરીકે શિક્ષિકા બીજુબાલા પટેલ અને દાસભાઈએ સેવા આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.