- ડાંગમાં રસીકરણ ઝુંબેશની કામગીરી ચાલુ
- ડાંગ દરબાર હોલમાં રસીકરણ ઝુંબેશની અધિકારીઓએ કરી મુલાકાત
- 18 વર્ષથી ઉપરના લોકોને રસીકરણની પ્રક્રિયા ચાલુ
ડાંગઃ કોરોના સંક્રમણને અટકાવવા માટે દેશભરમા વ્યાપક રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. ગુજરાતમાં પણ 18 વર્ષથી ઉપરની વયમર્યાદા ધરાવતા લોકોનુ વેકસીનેશન હાથ ધરાયુ છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લામા પણ 18 વર્ષતી વધુ વયના 2 હજાર 873 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
![visit-to-the-chairman-of-the-health-committee-of-the-ongoing-vaccination-campaign-in-dang-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-01-visit-vis-gj10029_11062021173405_1106f_1623413045_550.jpg)
ડાંગ દરબાર હોલમાં રસીકરણ ઝુંબેશની અધિકારીઓએ કરી મુલાકાત
દરરોજના નિયત લાભાર્થીઓના લક્ષ્ય નિર્ધાર સાથે જુદા જુદા સ્થળોએ ચાલી રહેલી કામગીરી અંતર્ગત આહવાના ડાંગ દરબાર હોલ ખાતે ચાલી રહેલી આ કામગીરીની મુલાકાતે તાજેતરમાં ઉચ્ચ અધિકારી, પદાધિકારીઓએ ઉપસ્થિત આરોગ્યકર્મીઓ તથા લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રસીકરણ કેમ્પની મુલાકાતે જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હેતલ ચૌધરી તથા નવનિયુક્ત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિમાંશુ ગામીત પહોંચ્યા હતા.
![visit-to-the-chairman-of-the-health-committee-of-the-ongoing-vaccination-campaign-in-dang-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-01-visit-vis-gj10029_11062021173405_1106f_1623413045_415.jpg)
આ પણ વાંચોઃ અમદાવાદમાં દિવ્યાંગો માટે અંધજન મંડળ ખાતે કોર્પોરેશનના સહયોગથી યોજાયો વેક્સીનેશન કેમ્પ
જિલ્લામાં ફ્રન્ટલાઈન વર્કરોને 99% પ્રથમ ડોઝ તેમજ 64% બીજો ડોઝ આપવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં 10 જૂન સુધીમાં 2 હજાર 114 હેલ્થ કેર વર્કર (85 ટકા)ને પ્રથમ ડોઝ અને 1 હજાર 809 હેલ્થ કેર વર્કર (86 ટકા)ને બીજો ડોઝ આપવામા આવ્યો છે. તો 4 હજાર 975 ફ્રન્ટ લાઇન વર્કર (99 ટકા)ને પ્રથમ અને 3200 (64 ટકા) ને બીજો ડોઝ અપાઈ ચુક્યો છે. આ ઉપરાંત 29 હજાર 53 (45+) નાગરિકોને (50 ટકા) પ્રથમ અને 5 હજાર 894 (20 ટકા)ને બીજો ડોઝ અપાઈ ગયો છે. તો 2 હજાર 873 (2.45 ટકા) 18 વર્ષથી વધુના યુવાનોને પણ પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે.
આ પણ વાંચોઃ કચ્છના સુવઇ ગામમાં રસીકરણ અંગે જાગૃતતા લાવવામાં આવી