- રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો
- ડાંગ જિલ્લામાં માત્ર 26 એક્ટીવ કેસ
- 25 દર્દીઓ હોમ આઈસોલેશનમાં
ડાંગ: રાજ્યમાં ધીરે ધીરે કોરોના ( Corona ) કહેર ઓછો થતો જાય છે. રાજ્યાના છેવાના જિલ્લા ડાંગ (Dang)માં પણ કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ 685 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 659 દર્દીઓને રજા અપાઈ છે. શનિવારે 26 કેસો એક્ટિવ હતા.
25 દર્દીઓ હોમ આઇશોલેટ
એક્ટિવ કેસો પૈકી 1 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, અને 25 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે. "કોરોના સંક્રમણ" ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 347 વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે 11037 વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.
આ પણ વાંચો : ડાંગમાં વઘઈ અને ગીરા દાબદર ગામે રસીકરણનો કાર્યક્રમ
2 પોઝિટિવ કેસ નોંધાયા
ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી 46 RTPCR અને 73 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 119 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 46 RTPCRના રિપોર્ટ પેન્ડિંગ છે. કોરોનાને કારણે આ અગાઉ ડાંગ જિલ્લામા અત્યાર સુધી કુલ 28 મૃત્યુ નોંધાઈ ચુક્યા છે. જિલ્લામાં શનિવારે આહવા, અને ખાંભલા ગામે એક એક પોઝેટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : Dang corona update: 24 કલાકમાં 4 દર્દીઓ ડિસ્ચાર્જ, 1 પોઝિટિવ કેસ નોંધાયો