ETV Bharat / state

ડાંગ જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત અતિકુપોષિત બાળકોની કાળજી લેવાશે - dang latest news

ગુજરાતમાં પોષણ અભિયાન અંતર્ગત આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યભરમાં ઝૂંબેશના ભાગરૂપે ખાસ પોષણ અભિયાન હાથ ધરાશે. જેમાં ડાંગ જિલ્લા પંચાયતની 18 બેઠકમાં 311 ગામને આવરી લઇ જિલ્લાની 441 આંગણવાડીના અંદાજીત 941 અતિકુપોષિત બાળકોને કુપોષણથી મુક્ત કરવામાં આવશે.

ડાંગ જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત અતિકુપોષિત બાળકોની કાળજી લેવાશે
ડાંગ જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત અતિકુપોષિત બાળકોની કાળજી લેવાશે
author img

By

Published : Jan 29, 2020, 9:17 AM IST

આહવા/ડાંગઃ ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત આગામી ત્રણ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યભરમાં ઝૂંબેશના ભાગરૂપે ખાસ પોષણ અભિયાન હાથ ધરાશે. જેમાં ડાંગ જિલ્લા પંચાયતની 18 બેઠકવાળા 311 ગામ આવરી લઇ જિલ્લાની તમામ 441 આંગણવાડીના અંદાજીત 914 અતિકુપોષિત બાળકોને કુપોષણમાંથી મુક્ત કરાશે. જે માટે જે તે ગામ વિસ્તારના આગેવાનો, સરપંચને પાલકવાલી તરીકે અતિ કુપોષિત બાળકોની કાળજી સાથે દેખરેખ રાખવા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 27 જાન્યુઆરી,2020ના રોજ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને સંબોધન કર્યું હતું. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની જેમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પોષણ અભિયાન 2020-22નો પ્રારંભ કરવા તેમજ સરકારી વિભાગો અને જનભાગીદારીથી અતિ કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે કાળજી લેવા અનુરોધ કર્યો હતો. આ વીડિયો કોન્ફરન્સ બાદ ડાંગ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના તમામ પદાધિકારી અને વર્ગ-1ના અધિકારીઓને અતિ કુપોષિત બાળકો અંગે ચર્ચા કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, અતિ કુપોષિત બાળકો દત્તક લેવા એટલે કે જે બાળકને દત્તક લેવામાં આવે તેની કાળજી લેવી તથા સરકાર તરફથી અપાતો ખોરાક કે ફળ બાળક નિયમિત લે છે કે કેમ? બાળકને સરકારી બાળરોગ તબીબને બતાવવું, આ પ્રકારના કાર્યમાં ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ આગળ આવે અને જનભાગીદારી વધે તે ઉદ્દેશ્યથી આ જન આંદોલન સ્વરૂપે ગુજરાત પોષણ અભિયાન 2020-22 હાથ ધરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યમાં જિલ્લાના તમામ અમલીકરણ અધિકારી, કર્મચારીઓ પણ સાથે રહેશે.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડી.આર.અસારી, આયોજનસહ તાલુકા વિકાસ અધિકારી શિવાજી તબિયાર, વધઇ તાલુકા વિકાસ અધિકારી એમ.ડી.વણકર, સિવિલ સર્જન આહવા ર્ડા.રશ્મિકાંત કોંકણી, જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.બર્થા પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:જિલ્લા પંચાયતની ૧૮ બેઠકમાં ૩૧૧ ગામોને આવરી લઇ જિલ્લાની ૪૪૧ આંગણવાડીના અંદાજીત ૯૧૪ અતિકુપોષિત બાળકોને કુપોષણથી મુક્ત કરાશે.Body:ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત આગામી તા.૩૦મી જાન્યુઆરીથી તા.૧ ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યભરમાં ઝૂંબેશના ભાગરૂપે ખાસ પોષણ અભિયાન હાથ ધરાશે. જેમાં ડાંગ જિલ્લા પંચાયતની ૧૮ બેઠકવાળા ૩૧૧ ગામ આવરી લઇ જિલ્લાની તમામ ૪૪૧ આંગણવાડીના અંદાજીત ૯૧૪ અતિકુપોષિત બાળકોને કુપોષણમાંથી મુક્ત કરાશે. જેના માટે જે તે ગામ વિસ્તારના આગેવાનો,સરપંચને પાલકવાલી તરીકે અતિ કુપોષિત બાળકોની કાળજી અને દેખરેખ રાખે તે માટે જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તા.૨૭/૦૧/૨૦૨૦ ના રોજ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને સંબોધન કર્યું હતું. અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની જેમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ નો પ્રારંભ કરવા તેમજ સરકારી વિભાગો અને જનભાગીદારીથી અતિ કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે કાળજી લેવા અનુરોધ કર્યો હતો.
વિડિયો કોન્ફરન્સ બાદ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના તમામ પદાધિકારી અને વર્ગ-૧ ના અધિકારીશ્રીઓને અતિ કુપોષિત બાળકો અંગે ચર્ચા કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે અતિ કુપોષિત બાળકો દત્તક લેવા એટલે કે જે બાળકને દત્તક લેવામાં આવે તેની કાળજી લેવી તથા સરકારશ્રી તરફથી અપાતો ખોરાક કે ફળ બાળક નિયમિત લે છે કે કેમ? બાળકને સરકારી બાળરોગ તબીબને બતાવવું. આ પ્રકારના કાર્યમાં ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ આગળ આવે અને જનભાગીદારી વધે તે ઉદેસ્યથી આ જન આંદોલન સ્વરૂપે ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૦૨૨ હાથ ધરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યમાં જિલ્લાના તમામ અમલીકરણ અધિકારી,કર્મચારીઓ પણ સાથે રહેશે. ‛તમામ કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવશે અને તેમની વ્યવસ્થિત કાળજી લેવામાં આવશે તો આપણે ડાંગને વહેલી તકે કુપોષણ મુક્ત કરી શકીશું’
Conclusion:આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી ડી.આર.અસારી, આયોજનસહ તાલુકા વિકાસ અધિકારીશ્રી શિવાજી તબિયાર,વધઇ તાલુકા વિકાસ અધિકારી એમ.ડી.વણકર,સિવિલ સર્જન આહવા ર્ડા.રશ્મિકાંત કોંકણી,જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.બર્થા પટેલ સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.