ડાંગ: પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રાત્રીનાં અરસામાં તમિલનાડુ તરફથી સુરત તરફ જઇ રહેલો ટ્રક.નં.TN.28.AE3749 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકમાં ચાલકે સ્ટિયરીંગ પર કાબૂ ગુમાવ્યો હતો.
જેથી ટ્રક માર્ગની સાઈડ સંરક્ષણ દીવાલ પર ચડી જતા પલ્ટી મારી ગયો હતો.આ અકસ્માતમાં ટ્રક સહિત માલસામાનનાં જથ્થાને જંગી નુકસાન થયું હતું. જેમાં ટ્રક ચાલક સહિત ક્લીનરને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે 108 હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.