ડાંગ: રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેની બેઠકો માટે સિમાંકન નોટીફીકેશન બહાર પાડવામા આવી હતી. જે બાદ ડાંગ જિલ્લામાં નેતાઓની અંદરોઅંદર હલચલ ચાલુ થઇ છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની સાથે ડાંગ 173 વિધાનસભાની ખાલી પડેલ બેઠક માટે ચુંટણી યોજાનાર છે. ત્યારે ભાજપ અને કોંગ્રસ બન્ને પક્ષો દ્વારા બુથ લેવલે મીંટીગો શરુ કરાઇ છે.
કોંગી ધારાસભ્ય ડો. મંગળભાઇના રાજીનામું આપ્યા બાદ કેબીનેટ પ્રઘાન ગણપતભાઇ વસાવાની ડાંગની મુલાકાતોમાં વધારો જોવા મળ્યો છે. વિકાસકીય કામોના ખાત મુહૂર્ત સાથે કેબીનેટ પ્રઘાન ગણપતભાઇ વસાવા ભાજપના કાર્યકર્તાઓ સાથે અવારનવાર બેઠકો યોજાતા થયા છે. તેની સાથે સાથે ડાંગ ના અંતરીયાળ વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તારના 300 થી વધુ કોગી આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમા જોડાયા હતા.
ગણપત વસાવાની સાથે સ્ટેજ ઉપર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ડો. મંગળ ગાવીત પણ ઉપસ્થિત રહેતા લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું. એક સમયે ભાજપ વિરૂધ્ધ બોલનારા કોંગ્રેસના કદાવર વ્યક્તિ ડો. મંગળ ગાવીત ભાજપા સાથે ફરતા લોકોમાં આશ્ચર્ય સર્જાયુ હતું.
વિકાસ અને ડાંગ કોંગ્રેસના નેતાઓના આંતરિક વિખવાદનું બહાનું બતાવી રાજીનામું આપનારા ડો. મંગળ ગાવિત પણ ટુંક સમયમાં ભગવો ધારણ કરીને ભાજપમા જોડાય તો નવાઈ નહી કારણ કે ,ડો. મંગળ ગાવિત ડાંગના દરેક વિસ્તારમાં નાના બાળકોથી લઇ વડીલોમાં પણ પ્રખ્યાત છે. તેઓની લોકચાહના હજી પણ અકબંધ છે. ત્યારે આવનાર સમયમાં ભાજપ મંગળભાઇને ટિકિટ આપે તો નવાઇ નહી. કારણ ડાંગ વિધાનસભા તરફથી ભાજપના ફક્ત એક વાર સીટ મળી હતી.
છેલ્લા 26 વર્ષથી સક્રીય ભાજપને વારંવાર હારનો સામનો કરવો પડ્યો છે અને હાલ ડો. મંગળ ગાવિત સિવાય અન્ય કોઇ નેતાનો દબદબો નથી. ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ ટિકિટનો કળશ ડો. મંગળભાઇ ઉપર ઢોળી શકે છે.
ડાંગ જિલ્લાના પૂર્વ વિસ્તારના સરપંચ સહિત હજારો લોકોએ ભગવો ધારણ કર્યો
ડાંગ જિલ્લાના પૂર્વ વિસ્તારના ગારખડી જિલ્લા પંચાયતમાં, ગારખડી ગામના સરપંચ, સાથે 9 સભ્યો, ગામના આગેવાનો તેમજ માજી સરપંચો અને હનવતપાડા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ સહિત તેમના 6 સભ્યો સહિત 1200 જેટલા લોકોએ કેબીનેટ પ્રધાન ગણપતભાઇ વસાવાની ઉપસ્થિતિમાં ભગવો ધારણ કરી લેતા જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો છે.