ગ્રામ્ય વિસ્તારમાં સરકારી હાઈસ્કુલ, આંગણવાડી તેમજ આરોગ્ય ક્ષેત્રના બાંધકામ માટે જરૂરી જમીનની દરખાસ્ત સબંધિત અધિકારીઓએ સમયમર્યાદામાં પૂર્ણ કરવી. વધુમાં નિવાસી અધિક કલેક્ટર ડામોરે માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, વનવિભાગ હસ્તકની જમીન માટે ગ્રામસભામાં ઠરાવ કરી એફ.આર.સી. હેઠળ જમીન મેળવવાની કામગીરી કરવી.
પ્રાંત અધિકારી કાજલબેન ગામિતે આગામી ગરીબ કલ્યાણના આયોજન અંગે વિગતો આપી હતી કે, કુલ-1947 લાભાર્થીઓ પૈકી 541 નોંધણી કરવામાં આવી છે. આરોગ્ય, કૃષિ, સમાજ કલ્યાણ જેવા વિભાગોના લાભાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી ઝડપથી પુરી કરવા અનુરોધ કર્યો હતો.
સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યઓના પ્રશ્નો કોઇ કચેરીમાં પેન્ડિંગ, પેન્શન કેસ, નાગરિક અધિકાર, સ્વચ્છતા, વિજળીકરણ, સીએમ ડેસબોર્ડ વિશે સમીક્ષા હાથ ધરાઇ હતી. ડાંગ જિલ્લામાં આધારકાર્ડ નોંધણી મોટા ભાગની થઇ ગયેલ છે. છતા બાકી રહેતા નામો આગામી છ મહિનામાં પૂર્ણ કરવાના હોવાથી બાકી રહેતા ગામોના ક્લસ્ટર બનાવી ઝૂંબેશના ભાગરૂપે આધારકાર્ડની કામગીરી પૂર્ણ કરવા નિવાસી અધિક કલેક્ટર ડામોરે સૂચના આપી હતી.
સંકલન સમિતિની આ બેઠકમાં દક્ષિણ ડાંગ નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, પ્રાયોજના વહીવટદાર કે.જી.ભગોરા, ગ્રામ વિકાસ નિયામક ડી.આર.અસારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલ, ઈ.ચા.પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસા ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.