રાજ્યમાં સૌથી ઓછા કોરોનાના કેસ ડાંગમાં
- અત્યાર સુધી કુલ 1834 જેટલા કોરોના સેમ્પલ લેવાયા
- હાલમાં 114 લોકો કવોરેન્ટાઇન હેઠળ
- હાલમાં કુલ કેસ 3 કેસ એક્ટિવ
ડાંગઃ ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કુલ 1834 જેટલા સેમ્પલ કોરોના માટે લેવાયા છે. જેમાંથી 1779 કેસ નેગેટિવ છે. જિલ્લામાં કુલ 8 કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જેમાંથી હાલ 3 કેસ એક્ટિવ છે. કોરોના અંગે ગુજરાત રાજ્યમાં એકમાત્ર ડાંગ જિલ્લામાં સૌથી ઓછા કેસો નોંધાયા છે.
કોરોના વાઇરસના સંક્રમણના કેસમાં હવે ગુજરાત રાજ્યમાં પણ ભારે વધારો થઇ રહ્યો છે. ત્યારે એકમાત્ર ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસના સૌથી ઓછા કેસ જોવા મળી રહ્યા છે. અન્ય જિલ્લાઓની સરખામણીમાં ડાંગ જિલ્લામાં કોરોના કેસની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. જે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અથાક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સાથે લોકો સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરતા હોવાથી કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવી શકાયું છે.
ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કુલ 1834 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 1779 કેસ નેગેટિવ આવ્યા છે.. જેમાંથી પાંચ કેસ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. હાલમાં કુલ કેસ 3 કેસ એક્ટિવ છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં 114 લોકો કવોરેન્ટાઇન હેઠળ છે.
દક્ષિણ ગુજરાતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધી રહી છે, ત્યારે નવા આવેલા ત્રણમાંથી બે કેસોની હિસ્ટ્રી તપાસતાં તેઓ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ગયા હોવાનું માલુમ પડ્યું હતું. ગામના ત્રણ એક્ટિવ કેસોને આહવા સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં મૂકવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોના વાઇરસના લીધે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.