ETV Bharat / state

ડાંગમાં શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા ધરણાં કર્યા - ડાંગ સમાચાર

ડાંગઃ અખિલ ભારતીય શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા અને અન્ય પડતર પ્રશ્નો બાબતે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહ્વા ખાતે બીજા તબક્કાનો જિલ્લા કક્ષાએ ધરણાં કાર્યક્રમ કર્યો.

etv bharat
જૂની પેન્શન યોજના તાત્કાલિક શરૂ કરવા ધરણાં કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Dec 18, 2019, 6:51 PM IST

જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા અને અન્ય પડતર પ્રશ્નો બાબતે બુધવારે ડાંગમાં શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. મુખ્ય મથક આહ્વા ખાતે બીજા તબક્કાનો જિલ્લા લેવલે પ્રાથમિક શાળાના શિક્ષકોએ ધરણાં કાર્યક્રમ કર્યો હતો.

જૂની પેન્શન યોજના તાત્કાલિક શરૂ કરવા ધરણાં કાર્યક્રમ યોજાયો

અગાઉ ડાંગ જિલ્લામાં તબક્કાવાર ત્રણ તાલુકાઓ આહ્વા, વઘઇ અને સુબિરમાં પ્રાથમિક શિક્ષકોએ ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો, છતાં કોઈ નિર્ણય ન લેવાતા ફરી જિલ્લા કક્ષાએ ધરણાં કરી વિરોધ નોંધાવ્યો.

શિક્ષકોની મુખ્ય માંગણીઓમાં જૂની પેન્શન યોજના તાત્કાલિક ધોરણે લાગુ કરવી અને છઠ્ઠા પગાર પંચની વિસંગતતા દૂર કરી સાતમાં પગાર પંચની સંપૂર્ણ અમલવારી કરવી, એ ઉપરાંત દરેક શિક્ષકોને એક સરખું વેતન આપવામાં આવે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકોને નુકશાનકારક બાબતો દૂર કરવામાં આવે વગેરે જેવા પ્રશ્નો ઉકેલવાઆ ધરણાં કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મુદાઓમાં ઉચ્ચતર પગાર ધોરણ, ccc પાસ કર્યા બાદ તાત્કાલિક મળવાપાત્ર તારીખ 30 પછી મુદ્દત વધારવા, જ્યારે ઉચ્ચત્તર પગાર ધોરણ 2800ના બદલે 4200 ગ્રેડ પે ચાલુ રાખવા વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Intro:અખિલ ભારતીય શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા અને અન્ય પડતર પ્રશ્નો બાબતે બુધવારે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે બીજા તબક્કાનો જિલ્લા લેવલે પ્રાથમિક શાળાના શિક્ષકોએ ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો.

Body:જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા અને અન્ય પડતર પ્રશ્નો બાબતે બુધવારે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે બીજા તબક્કાનો જિલ્લા લેવલે પ્રાથમિક શાળાના શિક્ષકોએ ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. આ અગાઉ ડાંગ જિલ્લામાં તબક્કા વાર ત્રણ તાલુકાઓ આહવા, વઘઇ અને સુબિરમાં પ્રાથમિક શિક્ષકોએ ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. સરકાર દ્વારા શિક્ષકોની માંગ ન સંતોષતા આજે પ્રાથમિક શિક્ષકોએ બીજા તબક્કાનો જિલ્લા લેવલેનો ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. શિક્ષકોની મુખ્ય માંગણીઓમાં જૂની પેન્શન યોજના તાત્કાલિક ધોરણે શરૂ કરવી અને છઠાં પગાર પંચની વિસંગતતા દૂર કરી સાતમાં પગાર પંચની સંપૂર્ણ અમલવારી કરવી, એ ઉપરાંત દરેક શિક્ષકોને એક સરખું વેતન આપવામાં આવે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકોને હાનિકર્તા બાબતો દૂર કરવામાં આવે વગેરે જેવા પ્રશ્નો ઉકેલવા આ ધરણાં કાર્યક્રમ આયોજન કર્યું હતું.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મુદાઓમાં ઉચ્ચતર પગાર ધોરણ, ccc પાસ કર્યા બાદ તુરંત મળવાપાત્ર તારીખ 30/06/2019 પછી મુદ્દત વધારવા, જ્યારે ઉચ્ચત્તર પગાર ધોરણ 2800 ના બદલે 4200 ગ્રેડ પે ચાલુ રાખવા વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યા હતા.
ડાંગ જિલ્લાના સિનિયર કાર્ય અધ્યક્ષ શ્રી ગોકુળભાઈ એમ પટેલે જણાવ્યું હતું કે આગામી જિલ્લા લેવલ બાદ જાન્યુઆરી માસમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં દિલ્હી જંતરમંતર ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જો અમારી માંગણીઓ ના સંતોષાય તો આગામી ઓલ ઇન્ડીયા પ્રાયમરી ટીચર ફેડરેશનમાં 30 લાખ જેટલાં પ્રાથમિક શિક્ષકોનું યુનિયન અને ગુજરાત રાજ્ય કક્ષાનું સવા બે લાખ જેટલાં પ્રાથમિક શિક્ષકો ના યુનિયન દ્વારા નેશનલ અને રાજ્ય લેવલે આક્રમક રીતના કાર્યક્રમો કરવાની ચીમકી આપી હતી.

Conclusion:જિલ્લા લેવલેના ધરણાં કાર્યક્રમમાં સિનિયર કાર્ય અધ્યક્ષ ગોકુળભાઈ એમ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્ય અધ્યક્ષ સુધાકરભાઈ, ડાંગ જિલ્લા પ્રમુખ ધનજરાવભાઈ, મહામંત્રી રણજીતસિંહ, આહવા તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના પ્રમુખ પ્રિન્ટેશભાઈ, વઘઇ તાલુકાના સુરેદ્રભાઈ, સુબિર તાલુકાના સામજીભાઈ પવારની સાથે ડાંગ જિલ્લાના 500 જેટલાં શિક્ષકો ધરણાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ : ગોકુળભાઈ એમ. પટેલ ( ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સિનિયર કાર્ય અધ્યક્ષ )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.