- સાપુતારા સનરાઈઝ પોઈન્ટ પર અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો
- લોખંડની ગ્રીલ સાથે નાઈલોન દોરી સાથે લટકતી હતો મૃતદેહ
- યુવકનો મૃતદેહ જપ્ત કરી પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
ડાંગઃ રાજ્યના એક માત્ર ગિરિમથક સાપુતારા ખાતે હાલમાં ઓફ સિઝન હોવાથી પ્રવાસીઓની સંખ્યા નહિવત છે, ત્યારે ગિરિમથક સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ પર લોખંડની ગ્રીલ સાથે દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.
અજાણ્યા મૃતદેહનો કબજો મેળવી પોલીસે તપાસ હાથ ધરી
સાપુતારા પોલીસ મથકને જાણ થતા ડાંગ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક જે. આઈ. વસાવા તથા સાપુતારા પોલીસ મથકનાં પીએસઆઈ એમ.એલ.ડામોર સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી હતી. સાપુતારા પોલીસની ટીમે સ્થળ ઉપર નિરીક્ષણ કરી આ અજાણ્યા શખ્સના મૃતદેહને નીચે ઉતારી કબજો મેળવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસની ટીમને આ મૃતદેહ કોનો છે તથા આ અજાણ્યા શખસ અંગે હાલમાં કોઈ પૂરાવા ન મળતા આ મૃતદેહની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરી છે.