- ડાંગ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ અશોક ધોરજીયાએ પ્રચારનો આરંભ કર્યો
- ભાજપ ઉમેદવારો દરેક બુથનાં ગામડાઓમાં જઈને મત માંગશે
- ધારાસભ્ય વિજય પટેલ ભાજપની મીટીંગ યોજશે
ડાંગ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે. ગ્રામીણ વિસ્તારમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચયાત બેઠક ઉપર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસનાં 3 ઉમેદવાર ભાજપના સમર્થનમાં આવતાં 3 બેઠકો ભાજપનાં ફાળે
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામાં કોંગ્રેસના 3 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવતા કોંગ્રેસના અન્ય ઉમેદવારોનું મનોબળ તૂટ્યું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં ઉત્સાવ વધ્યો છે. આજથી ભાજપના ઉમેદવારો 2 તબક્કામાં નગર પ્રચાર કરશે. જે મુજબ ઉમેદવારો દરેક બુથ ઉપર જઈને મતદારોને મળીને મત માંગશે. જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ અશોક ધોરાજીયા જણાવ્યા મુજબ ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે, જ્યારે હજુ પણ મતદાન પહેલા અનેક કોંગ્રેસીઓ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરશે.