ETV Bharat / state

ડાંગ: આહવાના દંડકેશ્વર મહાદેવ મંદિરમાં શિવ કથાનો પ્રાંરભ

author img

By

Published : Feb 3, 2020, 5:09 AM IST

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા પૌરાણિક દંડકેશ્વર મહાદેવ મંદિરમાં માનસ મનોરથી શિવ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે બલ્ડ બેન્ક આહવાના લાભાર્થે આયોજીત કરવામાં આવી છે.

ETV BHARAT
આહવાના દંડકેશ્વર મહાદેવ મંદિરમાં શિવ કથાનો પ્રાંરભ

ડાંગ: બ્લડ બેન્ક આહવાના લાભાર્થે પૌરાણિક મહાદેવના મંદિરમાં શિવ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત કરતાં પહેલાં કથાકાર પ્રફુલભાઈ શુક્લએ જણાવ્યું હતું કે, પાપને બાળી નાખવા અને દુઃખનો નાશ કરવા શિવ કથા કળયુગનો તરણોપાય છે.

ETV BHARAT
પોથી પૂજન

કથા શરૂ કર્યા પહેલાં ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 108 કળશધારી બહેનો અને આહવાના આગેવાનો જોડાયા હતા. મુખ્ય યજમાન ચિંતનભાઈ સુરૂ અને તેમના પરિવાર દ્વારા પ્રથમ પોથી પૂજન કરવામાં આવ્યું હતુ. આ સાથે જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની સ્થાપના પણ કરવામાં આવી હતી.

ETV BHARAT
શિવ કથા

આ પ્રસંગે ડાંગ ભાજપ પ્રમુખ બાબુરાવ ચૌર્યા, પાટીલ દાદા, સ્નેહલ ઠાકરે, ગીરીશ મોદી, નંદુ ભદાણે, પ્રફુલ નાયક વગેરે હાજર રહ્યા હતા.

Intro:ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ, પૌરાણીક દંડકેશ્વર મહાદેવ મંદિરમાં આજે બલ્ડબેંન્ક આહવા નગરવાસીઓનાં લાભાર્થે, માનસ મનોરથી શિવ કથાનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. કથાની શરૂઆત કરતાં પહેલાં કથાકાર પ્રફુલભાઈ શુકલએ જણાવ્યું હતું કે
પાપને બાળી નાખવા અને દુઃખનો નાશ કરવા શિવ કથા કલયુગનો તરણોપાય છે. Body:ડાંગ પ્રદેશ માટે આશીર્વાદરૂપ બ્લડ બેંકનાં લાભાર્થી શરૂ થયેલી દંડકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં કથાકાર પ્રફુલભાઇ શુક્લની માનસ મનોરથી શિવ કથાનો મંગલાચરણ કરવામાં આવ્યો હતો. આ પૂર્વે સાંઈ મંદિરથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. જેમાં ૧૦૮ કળશધારી બહેનો વાજા વાજિંત્રો સહિત આહવાનાં આગેવાનો જોડાયા હતા. મુખ્ય યજમાન ચિંતનભાઈ અરવિંદભાઈ સુરૂ અને તેમના પરિવાર દ્વારા પ્રથમ પોથી પૂજન કરવામાં આવ્યું હતુ. સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. કથાનો દીપ પ્રાગટ્ય પ્રયોશા ટ્રસ્ટનાં પૂ.પી પી સ્વામીનાં વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ડાંગ બીજેપી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા,પાટીલ દાદા, સ્નેહલ ઠાકરે, ગીરીશભાઈ મોદી, નંદુભાઈ ભદાણે, પ્રફુલભાઈ નાયક,ગાંડા ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આયોજક કમલેશભાઈ પાટીલ,ડો.એ.જી.પટેલ, વનરાજભાઈ નાયક,બાપાસીતારામ પરિવારનાં ભારતીબેન ગાયકવાડ,છગનભાઈ પટેલ(ખાદી) દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. Conclusion:કથાનું મંગલાચરણ કરતા કથાકાર પ્રફુલભાઇ શુક્લે કહ્યું હતું કે જગતનાં ઝેર પીવે શિવ અને ફેલાવે તે જીવ,ક્ષણમાં રિસાઈ ક્ષણમાં નારાજ થઈ જાય તે જીવ,પાપને બાળી નાખવા અને દુઃખનો નાશ કરવા શિવ કથા કલયુગનો તરણોપાય છે.કથા વિરામ બાદ સૌને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.